Skip to content

Horse વિશે બાઇબલની કલમો

18 કલમો · 10 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. મેં જોયું, તો જુઓ, એક સફેદ ઘોડો હતો, તેના પર જે બેઠેલો હતો તેની પાસે એક ધનુષ્ય હતું; તેને મુગટ આપવામાં આવ્યો, તે પોતે વિજેતા હજી વધુ જીતવા સારુ નીકળ્યો.

  2. ¶ જ્યારે હલવાને બીજુ મહોર તોડ્યું, ત્યારે મેં બીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’”

  3. ત્યારે બીજો એક લાલ ઘોડો નીકળ્યો; તેના પર જે બેઠેલો હતો તેને પૃથ્વી પરથી શાંતિ નષ્ટ કરવાની સત્તા આપવામાં આવી, જેથી તેઓ એકબીજાને મારી નાખે; વળી તેને એક મોટી તલવાર આપવામાં આવી.

  4. ¶ જયારે તેણે ત્રીજું મહોર તોડ્યુ, ત્યારે મેં ત્રીજા પ્રાણીને એમ કહેતાં સાંભળ્યું કે, ‘આવ.’” ત્યારે મેં જોયું, તો જુઓ, એક કાળો ઘોડો હતો; અને તેના પર જે બેઠેલો હતો તેના હાથમાં ત્રાજવાં હતાં.

  5. અને ચાર પ્રાણીઓની વચમાં મેં એક વાણી એમ કહેતી સાંભળી કે, ‘અડધે રૂપિયે પાંચસો ગ્રામ ઘઉં, અડધે રૂપિયે દોઢ કિલો જવ; પણ તેલ તથા દ્રાક્ષારસનો બગાડ તું ન કર.’”

  6. ¶ જયારે તેણે ચોથું મહોર તોડ્યું, ત્યારે મેં ચોથા પ્રાણીની વાણીને એમ કહેતી સાંભળી કે, ‘આવ.’”

  7. મેં જોયું, તો જુઓ, આછા રંગનો એક ઘોડો; તેના પર જે બેઠેલો હતો તેનું નામ મરણ હતું; પાતાળ તેની પાછળ પાછળ ચાલતું હતું, તલવારથી, દુકાળથી, મરકીથી તથા પૃથ્વી પરનાં હિંસક પશુઓથી જગતમાંનાં ચોથા હિસ્સાને મારી નાખવાનો અધિકાર તેને આપવામાં આવ્યો.

  8. ¶ પછી મેં સ્વર્ગ ઊઘડેલું જોયું, અને જુઓ, એક સફેદ ઘોડા ઉપર જે બેઠેલા છે તે ‘વિશ્વાસુ તથા સત્ય’ છે, અને તેઓ પ્રમાણિકતાથી ન્યાય તથા લડાઈ કરે છે.

  9. અગ્નિની જ્વાળા જેવી તેમની આંખો છે, અને તેમના માથા પર ઘણાં મુગટ છે; જેનાં પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી.

  10. લોહીથી છંટાયેલો ઝભ્ભો તેમણે પહેર્યો છે; તેમનું નામ ‘ઈશ્વરનો શબ્દ’ છે.

  11. ¶ સ્વર્ગનાં સૈન્ય તે શ્વેત ઘોડા પર સફેદ તથા શુદ્ધ બારીક શણનાં વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલ્યા.

  12. તેમના મોમાંથી ધારવાળી તલવાર નીકળે છે; એ માટે કે તેનાથી તે દેશને મારે, અને લોખંડના દંડથી તેઓ પર તે સત્તા ચલાવશે! અને સર્વસમર્થ ઈશ્વરના ભારે કોપનો દ્રાક્ષાકુંડ તે ખૂંદે છે.

  13. તેમના ઝભ્ભા પર તથા તેમની જાંઘ પર એવું લખેલું છે કે ‘રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ.’”

  14. ¶ મેં એક સ્વર્ગદૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો, અને તેણે આકાશમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે અવાજે હાંક મારી કે, ‘તમે આવો અને ઈશ્વરના મોટા જમણને સારુ ભેગા થાઓ;

  15. એ સારુ કે રાજાઓનું, સેનાપતિઓનું, શૂરવીરોનું, ઘોડાઓનું, સવારોનું, સ્વતંત્ર તથા દાસોનું, નાના તથા મોટાનું માંસ તમે ખાઓ.”

  16. ¶ પછી મેં હિંસક પશુ, દુનિયાના રાજાઓ તથા તેઓનાં સૈન્યને ઘોડા પર બેઠેલાની સામે તથા તેમના સૈન્યની સામે લડવાને એકઠા થયેલા મેં જોયા.

  17. હિંસક પશુ પકડાયું, અને તેની સમક્ષ જે જૂઠાં પ્રબોધકે ચમત્કારિક ચિહ્નો દેખાડીને હિંસક પશુની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિની ઉપાસના કરનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બન્નેને સળગતા ગંધકની સરોવરમાં, જીવતા જ ફેંકવામાં આવ્યા.

  18. ¶ અને જેઓ બાકી રહ્યા તેઓને ઘોડા પર બેઠેલાના મોમાંથી જે તલવાર નીકળી તેનાથી મારી નાખવામાં આવ્યા; અને તેઓના માંસથી સઘળાં પક્ષી તૃપ્ત થયાં.