Skip to content

False Prophets વિશે બાઇબલની કલમો

61 કલમો · 33 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. જેઓ મારી વાણીનો તિરસ્કાર કરે છે તેઓને તેઓ કહેતા ફરે છે કે, ‘યહોવાહ કહે છે કે તમને શાંતિ થશે.” જેઓ પોતાના હ્રદયના દુરાગ્રહ મુજબ ચાલે છે તેમને કહે છે, તમારા પર કોઈ પણ વિપત્તિ આવશે નહિ.’

  2. છતાં, યહોવાહના મંત્રીમંડળમાં કોણ ઊભું રહી શકે? કોણ તેમનું વચન જોવા અને સાંભળવા ઊભા રહે? કોણે તેમનું વચન સાંભળવા ધ્યાન આપ્યું છે?

  3. આ પ્રબોધકોને મેં મોકલ્યા નથી. છતાં તેઓ દોડી ગયા. મેં આ લોકોને કશું કહ્યું નથી. છતાં તેઓ પ્રબોધ કરે છે.

  4. જે પ્રબોધકો ખોટો પ્રબોધ કરે છે અને પોતાના હ્રદયમાં રહેલા કપટનો પ્રબોધ કરે છે. તેઓના હ્રદયમાં એ કયાં સુધી રહેશે?

  5. જેમ તેમના પિતૃઓ બઆલને કારણે મારું નામ વીસરી ગયા હતા તેમ તેઓ એકબીજાને સ્વપ્નોની વાત કહીને તેઓ વડે મારા લોકની પાસે મારું નામ ભુલાવી દેવાની કોશિશ કરે છે.

  6. ¶ જે પ્રબોધકને સ્વપ્ન આવ્યું હતું તે ભલે સ્વપ્ન પ્રગટ કરે. અને જેને મેં કંઈક પ્રગટ કર્યું છે તે ભલે મારાં વચન સત્યતાથી બોલે. ઘઉંની તુલનામાં પરાળની શી કિંમત?” એમ યહોવાહ કહે છે.

  7. તે માટે યહોવાહ કહે છે, જુઓ, “જે પ્રબોધકો મારા વચનો એકબીજાની પાસેથી ચોરી લે છે તેઓની વિરુદ્ધ હું છું.”

  8. યહોવાહ કહે છે કે, જુઓ, જે પ્રબોધકો પોતાની વાણીને મારી વાણી તરીકે ખપાવે છે. “અને તેઓની જીભ વાપરીને બોલે છે. તેઓની વિરુદ્ધ હું છું.”

  9. જુઓ, હું તે બધા પ્રબોધકોની વિરુદ્ધમાં છું તેઓનાં સ્વપ્નો કેવળ નિર્લજ્જ જૂઠાણાં છે.” એમ યહોવાહ કહે છે. “અને જેઓ મારા લોકોને જૂઠાણાં દ્વારા અને મોટી મોટી વાતો દ્વારા પાપમાં દોરી જાય છે. તેઓને મેં મોકલ્યા નથી. અને તેઓને મેં કોઈ આજ્ઞા પણ આપી નથી. તેઓ આ લોકને બિલકુલ હિતકારક થશે નહિ” એમ યહોવાહ કહે છે.

  10. ¶ માટે તમે તમારા પ્રબોધકો, જોશીઓ, તમારા સ્વપ્ન જોનારાઓ, ભૂવાઓ અને જંતરમંતર કરનારાઓ જેઓ તમને કહે કે, ‘તમે બાબિલના રાજાની સેવા કરશો નહિ.’ તો તેની તરફ ધ્યાન ના આપશો.

  11. કેમ કે યહોવાહ કહે છે કે, મેં તેમને મોકલ્યા નથી.” “તોપણ તેઓ મારા નામે તમને જૂઠું ભવિષ્ય કહે છે જેથી હું તમને આ દેશમાંથી નસાડી મૂકું અને જે પ્રબોધકો ખોટું ભવિષ્ય કહે છે તે પ્રબોધકો સાથે તમે નાશ પામો.”

  12. ¶ વળી મેં યાજકો અને બધા લોકોને કહ્યું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; જે પ્રબોધકો તમને એમ કહે છે કે, ‘જુઓ, યહોવાહના ભક્તિસ્થાનનાં પાત્રો થોડા જ વખતમાં બાબિલમાંથી જલદી પાછા લાવવામાં આવશે તેમની વાત તમે સાંભળશો નહિ. તેઓ તમને જૂઠું ભવિષ્ય કહે છે.’

  13. તેથી યહોવાહ કહે છે; ‘હું પૃથ્વીના પૃષ્ઠ પરથી તને ફેંકી દઈશ. આ વર્ષે તું મૃત્યુ પામીશ. કેમ કે તું યહોવાહની વિરુદ્ધ ફિતૂરનાં વચન બોલ્યો છે.”

  14. અને તે જ વર્ષના સાતમા મહિનામાં હનાન્યા પ્રબોધક મૃત્યુ પામ્યો.

  15. “સર્વ બંદીવાનો ઉપર સંદેશો મોકલાવી અને કહે કે, શામાયા નેહેલામી વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે; શમાયાએ મારા મોકલ્યા વગર તમને ભવિષ્ય કહ્યું છે. અને તેણે જૂઠી વાત પર તમારી પાસે વિશ્વાસ કરાવ્યો છે,

  16. માટે યહોવાહ કહે છે કે; જુઓ, હું શમાયા નેહેલામીને અને તેના સંતાનોને શિક્ષા કરીશ, તેના વંશજોમાંથી કોઈ આ પ્રજામાં વસવા પામશે નહિ અને મારા લોકનું જે હિત કરીશ તે જોવા પામશે નહિ.’ ‘કેમ કે તેણે યહોવાહની વિરુદ્ધ બંડ કર્યું છે એવું યહોવાહ કહે છે.’”

  17. “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલમાં ભવિષ્યવાણી કરનાર પ્રબોધકો વિરુદ્ધ પ્રબોધ કરીને કહે, જેઓ પોતાના મનમાં કલ્પીને પ્રબોધ કરે છે તેઓને કહે, યહોવાહનું વચન સાંભળો.

  18. હે ઇઝરાયલ, તારા પ્રબોધકો ખંડેર જગ્યામાં વસતા શિયાળ જેવા છે.

  19. ¶ જોકે શાંતિ નથી તોપણ તેઓએ શાંતિ છે એમ કહીને મારા લોકોને ભમાવ્યા છે, તેઓ દીવાલ બાંધે છે કે તેઓ ચૂનાથી તેને ધોળે.’

  20. ¶ જો પ્રબોધક છેતરાઈને સંદેશો બોલે, તો મેં યહોવાહે તે પ્રબોધકને છેતર્યો છે; હું તેની વિરુદ્ધ મારો હાથ લંબાવીશ, મારા ઇઝરાયલી લોકો મધ્યેથી હું તેનો નાશ કરીશ.

  21. અને તેઓને પોતાના અન્યાયની શિક્ષા વેઠવી પડશે, પ્રબોધકના અન્યાય પણ તેની પાસે જનારના જેટલા જ ગણાશે.

  22. શિકાર ફાડી ખાનાર ગર્જના કરતા સિંહની જેમ તારા પ્રબોધકો એ તારી વિરુદ્ધ ષડ્યંત્ર રચ્યું છે, તેઓએ ઘણા જીવોને ફાડી ખાધા છે અને તેઓએ કિંમતી દ્રવ્ય લઈ લીધું છે. તેઓ બળજબરીથી ખજાનો અને સંપત્તિ પડાવી લે છે. તેઓએ તેમાં વિધવાઓની સંખ્યા વધારી છે.

  23. તેઓ કહે છે, પ્રભુ યહોવાહ બોલ્યા ન હોય તોપણ “યહોવાહ બોલ્યા છે” એમ કહીને વ્યર્થ સંદર્શનો કહીને તથા જૂઠા શકુન જોઈને તેઓના પ્રબોધકોએ તેઓને ચૂનાથી ધોળે છે.

  24. યહોવાહ પ્રબોધકો વિષે કહે છે જેઓ મારા લોકોને ખોટા માર્ગે લઈ જાય છે; જેઓ તેમને દાંતથી ખવડાવે છે, તેઓ એમ કહે છે, કે ત્યાં સમૃદ્ધિ આવશે.’ જેઓ તેમને ખવડાવતા નથી, તેઓ તેમની વિરુદ્ધ યુદ્ધની તૈયારી કરે છે.

  25. તેના આગેવાનો લાંચ લઈને ન્યાય કરે છે, તેના યાજકો પગાર લઈને બોધ કરે છે અને તેના પ્રબોધકો પૈસા લઈને ભવિષ્ય ભાખે છે. એમ છતાં પણ તેઓ યહોવાહ પર આધાર રાખે છે અને કહે છે, “શું યહોવાહ આપણી સાથે નથી? આપણા પર કોઈ આફત આવશે નહિ.”