મુખ્ય સામગ્રી પર જાઓ

All Christians Should Be As Missionaries વિશે બાઇબલની કલમો

198 કલમો · 66 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ તેણે પોતાની શેઠાણીને કહ્યું, “ઈશ્વર કરે ને મારા માલિક સમરુનમાં એક પ્રબોધક પાસે જાય તો કેવું સારું! ત્યારે તેઓ તેમનો રોગ મટાડી શકે તેમ છે.”

  2. મેં મારી તમામ શક્તિ અનુસાર મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે સોનાની વસ્તુઓ માટે સોનું, રૂપાની વસ્તુઓ માટે ચાંદી, પિતળની વસ્તુઓ માટે પિતળ, લોખંડની વસ્તુઓ માટે લોખંડ એકત્ર કર્યા છે. અને લાકડાની વસ્તુઓ માટે લાકડું, મણિ જડાવકામને સારુ દરેક જાતનાં મૂલ્યવાન જવાહિરો, અકીક તથા સંગેમરમરના પુષ્કળ પાષાણો તૈયાર કરાવ્યાં છે.

  3. ¶ તદુપરાંત, પવિત્રસ્થાનના બાંધકામ માટે મારા ફાળા રૂપે મારા ભંડારમાં જે કંઈ સોનું અને ચાંદી છે તે બધું હું મારા ઈશ્વરના ભક્તિસ્થાન માટે આપી દઉં છું.

  4. તેઓએ સર્વ રાજીખુશીથી યહોવાહને માટે ઉદાર મનથી આપ્યું હોવાથી લોકો ઘણાં હરખાયા. રાજા દાઉદ પણ ઘણો ખુશ થયો.

  5. ¶ પરંતુ હું કે મારી પ્રજા કોણ કે રાજીખુશીથી અર્પણ આપવા માટે અમે સમર્થ હોઈએ? કારણ કે જે સર્વસ્વને અમે પોતાનું માનીએ છીએ તે તમારાથી જ અમને મળેલું છે અને જે અમે તમને આપીએ છીએ તે સર્વ તમારું જ છે.

  6. ¶ યહોવાહ અમારા ઈશ્વર, તમારા પવિત્ર નામને માટે ભક્તિસ્થાન બાંધવા સારુ અમે ભેગી કરેલી બધી સંપત્તિ તમારા તરફથી મળેલી છે, એ બધું તમારું જ છે.

  7. ¶ તેથી યહૂદિયા અને બિન્યામીનના કુળના વડીલ આગેવાનો, યાજકો, લેવીઓ અને ઈશ્વરથી પ્રેરણા પામેલાઓ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તિસ્થાનનાં બાંધકામ માટે જવા તૈયાર થયા.

  8. તમારા શત્રુઓને કારણે, તમે બાળકોને તથા દૂધ પીતાં બાળકોને મુખે તમારો મહિમા પ્રગટ કર્યો છે કે, શત્રુને તથા વેરીને તમે શાંત પાડો.

  9. યહોવાહ પાસે મેં એક વરદાન માગ્યું છે: કે યહોવાહનું ઘર મારી જિંદગીના સર્વ દિવસો દરમ્યાન મારું નિવાસસ્થાન થાય, જેથી હું યહોવાહના સૌંદર્યનું અવલોકન કર્યા કરું અને તેમના પવિત્રસ્થાનમાં તેમનું ધ્યાન ધરું.

  10. અનુભવ કરો અને જુઓ કે યહોવાહ કેટલા ઉત્તમ છે; જે માણસ તેમના પર ભરોસો રાખે છે તે આશીર્વાદિત છે.

  11. આવો, મારાં બાળકો, મારું સાંભળો; હું તમને યહોવાહનો ભય રાખતાં શીખવીશ.

  12. ન્યાયી પોતાને મુખે ડહાપણ ભરેલી વાત કરે છે અને તેની જીભે તે સદા ન્યાયની બાબત બોલે છે.

  13. ત્યારે હું ઉલ્લંઘન કરનારાઓને તમારા માર્ગ શીખવીશ અને પાપીઓ તમારા તરફ ફરશે.

  14. હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ આવો અને સાંભળો અને તેમણે મારા આત્માને માટે જે કઈ કર્યું તે હું કહી સંભળાવીશ.

  15. હે ઈશ્વર, મારી જુવાનીથી તમે મને શીખવ્યું છે; ત્યારથી હું તમારા ચમત્કારો પ્રગટ કરતો આવ્યો છું.

  16. હે ઈશ્વર, જ્યારે હું વૃદ્ધ તથા પળિયાંવાળો થાઉં, ત્યારે પણ તમે મને મૂકી દેતા નહિ, હું આવતી પેઢીને તમારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તમારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ન કરશો.

  17. મારી જીભ આખો દિવસ તમારા ન્યાયીપણા વિષે વાતો કરશે; કેમ કે મારું ખરાબ શોધનારાઓ બદનામ થયા છે અને ગભરાઈ ગયા છે.

  18. હું તમારાં સર્વ કામોનું મનન કરીશ અને તમારાં કૃત્યો વિષે વિચાર કરીશ.

  19. કારણ કે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને ઇઝરાયલમાં નિયમ ઠરાવ્યો. તેમણે આપણા પૂર્વજોને આજ્ઞા કરી કે તેઓ પોતાનાં બાળકોને પણ શીખવે.

  20. જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, તેઓ મોટાં થઈને પોતાનાં સંતાનોને તે જણાવે, માટે તેમણે આજ્ઞા આપી છે.

  21. જેથી તેઓ સહુ ઈશ્વરની આશા રાખે અને તેમનાં અદ્દભુત કાર્યોને વીસરી જાય નહિ, પણ તેમની આજ્ઞાઓને પાળે.

  22. પછી તેઓ પોતાના પૂર્વજોના જેવા ન થાય, કે જેઓ હઠીલા તથા બંડખોર પેઢીના છે, એવી પેઢી કે જેઓનાં હૃદય સ્થિર નથી અને જેઓનો આત્મા સમર્પિત કે ઈશ્વરને વિશ્વાસુ નથી.

  23. તેણે ઉદારતાથી ગરીબોને આપ્યું છે; તેનું ન્યાયીપણું સર્વકાળ ટકે છે; તેને માન સહિત ઊંચો કરવામાં આવશે.

  24. હે યહોવાહ, નિશ્ચે, હું તમારો સેવક છું; હું તમારો જ સેવક છું, તમારી સેવિકાનો દીકરો; તમે મારાં બંધન છોડ્યાં છે.

  25. હું તમારા માટે આભારસ્તુતિનાં અર્પણો ચઢાવીશ અને હું યહોવાહના નામે પોકારીશ.