Skip to content

Adultery વિશે બાઇબલની કલમો

242 કલમો · 4 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પણ જો તું તારું પતિવ્રત ભંગ કરીને અશુદ્ધ થઈ હોય અને તે તારા પતિ સિવાય બીજા કોઈ પુરુષ સાથે વ્યભિચાર કર્યો હોય તો,

  2. ત્યારે યાજક તે સ્ત્રીને શાપયુક્ત પ્રતિજ્ઞા લેવડાવે. અને યાજક સ્ત્રીને કહે કે, “યહોવાહ તને તારા લોકમાં શાપરૂપ તથા સોગનરૂપ કરે. જો યહોવાહ તારી જાંઘો સડાવે અને તારું પેટ સુજાવે ત્યારે આમ થશે.

  3. આ શાપકારક પાણી તારા આંતરડામાં પ્રવેશીને તને સુજાવી દે અને તારી જાંઘને સડાવી નાખે. પછી તે સ્ત્રી જવાબ આપે કે “જો હું દોષિત હોઉં તો હા, એમ જ થાઓ.”

  4. ¶ અને યાજક એક પુસ્તકમાં એ લખી લે અને એ શબ્દો કડવા પાણીમાં ધોઈ નાખે.

  5. ¶ ત્યારબાદ યાજક તે સ્ત્રીને શાપકારક પાણી પીવડાવે. જેથી શાપકારક પાણી તે સ્ત્રીના અંગમાં પ્રવેશ કરી અને કડવું થશે.

  6. અને યાજક તે સ્ત્રીના હાથમાંથી સંશયનું ખાદ્યાર્પણ લે અને યહોવાહની સમક્ષ તે ખાદ્યાર્પણને ઘરાવીને વેદી પાસે લાવે.

  7. એ પછી યાજકે તે ખાદ્યાર્પણમાંથી યાદગીરી તરીકે એક મુઠી ભરી વેદીમાં દહન કરવું. અને પછી તે સ્ત્રીને પાણી પાઈ દેવું.

  8. ¶ અને તેને પાણી પાયા પછી એમ થશે કે જો તે સ્ત્રીએ વ્યભિચાર કર્યો હશે તો, અને પોતાના પતિનો અપરાધ કર્યો હશે તો તે શાપકારક પાણી તેનાં પેટમાં પ્રવેશી કડવું થશે અને તેનું પેટ સૂજી જશે. અને તેની જાંઘ સડીને ખરી પડશે. અને તે સ્ત્રી પોતાનાં લોકમાં શાપિત થશે.

  9. પણ જો તે સ્ત્રી અશુદ્ધ થઈ નહિ હોય પણ તે શુદ્ધ હશે તો તે મુક્ત થશે અને તેને પેટે સંતાન થશે.

  10. ¶ જ્યારે કોઈ સ્ત્રી પોતાનું પતિવ્રત ચૂકી જઈને અશુદ્ધ થાય ત્યારે ઈર્ષ્યા માટેનો નિયમ એ છે.

  11. અથવા પુરુષના મનમાં ઈર્ષ્યા ઉત્પન્ન થયો હોય અને તે પુરુષને પોતાની સ્ત્રી પર વહેમ આવ્યો હોય ત્યારે તે પુરુષ યહોવાહ સમક્ષ તે સ્ત્રીને લાવવી અને યાજક તેના પર આ સર્વ નિયમ અમલમાં મૂકે.

  12. ¶ તું વ્યભિચાર ન કર.

  13. ¶ જો કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે, તેની પાસે જાય, પછી તેને ધિક્કારે,

  14. તેને બદનામ કરીને તેના પર ખોટા આરોપ મૂકીને કહે કે, “મેં આ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને તેની પાસે ગયો, ત્યારે મેં જોયું તો તેનામાં કૌમાર્યનાં કોઈ ચિહ્ન મને મળ્યાં નહિ.”

  15. ¶ તો તે કન્યાના માતાપિતા તેના કૌમાર્યનાં પુરાવા ગામના વડીલો પાસે લાવે.

  16. ¶ અને કન્યાના પિતા ગામના વડીલોને કહે કે, “મેં મારી દીકરીને આ પુરુષને પરણાવી, હવે તે તેને ધિક્કારે છે.”

  17. જો તે તેના પર ખોટા આરોપ મૂકીને કહે છે કે, “મને તમારી દીકરીમાં કૌમાર્યનાં પુરાવા મળ્યા નથી પણ મારી દીકરીના કૌમાર્યના પુરાવા આ રહ્યા.” પછી તેઓ ગામના વડીલો આગળ ચાદર પાથરે.

  18. ¶ ત્યારે તે નગરના વડીલો તે પુરુષને પકડીને સજા કરે;

  19. તેઓ તેને સો શેકેલ ચાંદીનો દંડ કરે, તે કન્યાના પિતાને આપે, કેમ કે તે પુરુષે ઇઝરાયલની કન્યા પર ખોટા આરોપ મૂક્યો છે. તે હંમેશા તેની પત્ની તરીકે રહે; તેના બધા દિવસો દરમિયાન તે તેને દૂર કરી શકે નહિ.

  20. ¶ પણ જો આ વાત સાચી હોય અને તે કન્યામાં કૌમાર્યના પુરાવા મળ્યા ન હોય,

  21. તો તેઓ તે કન્યાને તેના પિતાના ઘરના બારણા આગળ લાવે અને તે ગામના લોકો તે સ્ત્રીને પથ્થરે મારીને મારી નાખે, કેમ કે, તેણે તેના પિતાના ઘરમાં વ્યભિચાર કરીને ઇઝરાયલમાં શરમજનક કૃત્ય કર્યું છે.આ રીતે તારે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

  22. ¶ જો કોઈ પુરુષ પરિણીત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં જોવા મળે, તો તેઓ એટલે કે તે સ્ત્રી તથા વ્યભિચાર કરનાર પુરુષ બન્ને માર્યા જાય. આ રીતે તારે ઇઝરાયલમાંથી દુષ્ટતા દૂર કરવી.

  23. ¶ જો કોઈ કન્યાની સગાઈ કોઈ પુરુષ સાથે થઈ હોય અને જો અન્ય પુરુષ તેને નગરમાં મળીને તેની સાથે વ્યભિચાર કરે,

  24. તો તમારે તે બન્નેને ગામના દરવાજા આગળ લાવીને પથ્થર મારીને મારી નાખવાં. કન્યાને પથ્થરે મારવી, કેમ કે તે નગરમાં હતી છતાં પણ તેણે બૂમ પાડી નહિ. અને પુરુષને પથ્થરે મારવો, કેમ કે તેણે ઇઝરાયલી પડોશીની પત્નીનું અપમાન કર્યું છે. આ રીતે તારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

  25. ¶ પણ જો કોઈ પુરુષ સગાઈ કરેલી કન્યાને ખેતરમાં મળે, જો તે તેની સાથે બળજબરી કરીને વ્યભિચાર કરે, તો ફક્ત તેની સાથે વ્યભિચાર કરનાર પુરુષ જ માર્યો જાય.