મુખ્ય સામગ્રી પર જાઓ

circa 800–400 BC

The Hebrew Prophets

God speaks through Isaiah, Jeremiah, and the minor prophets—calling Israel to repentance and foretelling the coming Messiah.

3,706 કલમો · 14 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ઝખાર્યા ૭:૨આશરે ઈ.પૂ. ૫૧૮

    બેથેલના લોકો શારએસેરને તથા રેગેમ-મેલેખને અને તેઓના માણસોને યહોવાહની કૃપા માટે વિનંતી કરવા મોકલ્યા.

  2. ઝખાર્યા ૭:૩આશરે ઈ.પૂ. ૫૧૮

    યહોવાહના સભાસ્થાનના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, “જેમ હું ઘણાં વર્ષથી કરતો આવ્યો છું તેમ પાંચમા માસમાં મારે શોક કરવો જોઈએ?”

  3. ઝખાર્યા ૭:૪આશરે ઈ.પૂ. ૫૧૮

    ત્યારે સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું કે,

  4. ઝખાર્યા ૭:૫આશરે ઈ.પૂ. ૫૧૮

    “દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, જ્યારે તમે પાંચમા અને સાતમા માસમાં ઉપવાસ અને શોક કર્યો, વળી આ સિત્તેર વર્ષોમાં તમે સાચે જ મારા માટે ઉપવાસ કર્યો હતો?

  5. ઝખાર્યા ૭:૬આશરે ઈ.પૂ. ૫૧૮

    અને જ્યારે તમે ખાઓ છો પીઓ છો ત્યારે શું તમે પોતાને માટે જ ખાતાપીતા નથી?

  6. ઝખાર્યા ૭:૭આશરે ઈ.પૂ. ૫૧૮

    જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસના નગરો વસતિવાળાં તથા આબાદ હતાં અને નેગેબમાં તથા દક્ષિણની તળેટીમાં વસેલા હતાં, ત્યારે જે વચનો યહોવાહે અગાઉના પ્રબોધકોના મુખે પોકાર્યાં હતાં તે એ જ ન હતાં?”

  7. ઝખાર્યા ૭:૮આશરે ઈ.પૂ. ૫૧૮

    યહોવાહનું વચન ઝખાર્યા પાસે આવ્યું અને કહ્યું,

  8. ઝખાર્યા ૭:૯આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના યહોવાહ એવું કહે છે: “સાચો ન્યાય કરો, દરેક માણસ પોતાના ભાઈ પર દયા તથા કૃપા રાખો;

  9. ઝખાર્યા ૭:૧૦આશરે ઈ.પૂ. ૫૧૮

    વિધવા તથા અનાથ, વિદેશીઓ તથા ગરીબ પર જુલમ ન કરો, અને તમારામાંનો કોઈ પણ પોતાના મનમાં પોતાના ભાઈનું નુકસાન કરવાનું ષડ્યંત્ર ન રચે.’”

  10. ઝખાર્યા ૭:૧૧આશરે ઈ.પૂ. ૫૧૮

    ¶ પણ તેઓએ સાંભળવાનો ઇનકાર કર્યો અને તેઓએ હઠીલા થઈને પીઠ ફેરવી; મારું વચન સાંભળે નહિ માટે તેઓએ પોતાના કાન બંધ કર્યા.

  11. ઝખાર્યા ૭:૧૨આશરે ઈ.પૂ. ૫૧૮

    નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના યહોવાહે પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકો દ્વારા મોકલ્યાં હતાં, તે તેઓ સાંભળે નહિ માટે તેઓએ તેમનાં હૃદયો વજ્ર જેવાં કઠણ બનાવી દીધાં. તેથી સૈન્યોના યહોવાહનો કોપ ઉગ્ર થયો.

  12. ઝખાર્યા ૭:૧૩આશરે ઈ.પૂ. ૫૧૮

    ¶ ત્યારે એવું થયું કે જ્યારે તેમણે પોકાર્યું ત્યારે તેઓ સાંભળ્યું નહિ. સૈન્યોના યહોવાહ કહે છે; ‘તે જ પ્રમાણે’, તેઓ પોકારશે પણ હું સાંભળીશ નહિ.

  13. ઝખાર્યા ૭:૧૪આશરે ઈ.પૂ. ૫૧૮

    કેમ કે જે પ્રજાઓને તેઓ જાણતા નથી તેઓમાં હું તેઓને વંટોળિયાની સાથે વેરવિખેર કરી નાખીશ, અને તેઓના ગયા પછી દેશ એવો ઉજ્જડ થઈ જશે કે તે દેશમાં થઈને કોઈ જતું આવતું ન રહેશે, કેમ કે તેઓએ આ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂક્યો હતો.’”

  14. ઝખાર્યા ૮:૧આશરે ઈ.પૂ. ૫૧૮

    ¶ સૈન્યોના યહોવાહનું વચન મારી પાસે આવ્યું,

  15. ઝખાર્યા ૮:૨આશરે ઈ.પૂ. ૫૧૮

    “સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: ‘મને સિયોન માટે ઘણો આવેશ છે, તેથી મને તેના પર ઘણો ગુસ્સો આવે છે.’

  16. ઝખાર્યા ૮:૩આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના યહોવાહ એવું કહે છે કે: હું સિયોનમાં પાછો આવ્યો છું અને યરુશાલેમની મધ્યે રહીશ, કેમ કે યરુશાલેમ સત્યનું નગર કહેવાશે અને સૈન્યોના યહોવાહનો પવિત્ર પર્વત કહેવાશે.’”

  17. ઝખાર્યા ૮:૪આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘યરુશાલેમમાંની ગલીઓમાં ફરીથી વૃદ્ધ પુરુષો તથા સ્ત્રીઓ, ઘણી ઉંમર થઈ ગઈ હોવાને લીધે હાથમાં લાકડી લઈને બેસશે.

  18. ઝખાર્યા ૮:૫આશરે ઈ.પૂ. ૫૧૮

    નગરની શેરીઓ તે નગરમાં રમતાં છોકરાઓ તથા છોકરીઓથી ભરપૂર થશે.’”

  19. ઝખાર્યા ૮:૬આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે; ‘જો તે આ દિવસોના બાકી રહેલા લોકોની નજરમાં અદ્ભૂત લાગે છે, તો તે મારી નજરમાં પણ અદ્દભુત લાગે?” એવું સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે.

  20. ઝખાર્યા ૮:૭આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના ઈશ્વર યહોવાહ એવું કહે છે કે, ‘જુઓ હું મારા લોકોને પૂર્વના તથા પશ્ચિમના દેશમાંથી બચાવી લાવીશ!

  21. ઝખાર્યા ૮:૮આશરે ઈ.પૂ. ૫૧૮

    હું તેઓને પાછા લાવીશ, તેઓ યરુશાલેમની મધ્યે રહેશે, તેઓ મારી પ્રજા થશે, હું સત્યથી તથા નીતિથી તેઓનો ઈશ્વર થઈશ!”

  22. ઝખાર્યા ૮:૯આશરે ઈ.પૂ. ૫૧૮

    સૈન્યોના ઈશ્વર યહોવાહ કહે છે કે: ‘જ્યારે સૈન્યોના યહોવાહનું સભાસ્થાન બાંધવા સારુ તેનો પાયો નાખવામાં આવ્યો, ત્યારે પ્રબોધકોએ કહેલા વચનો સાંભળનારાઓ, તમારા હાથ બળવાન કરો.

  23. ઝખાર્યા ૮:૧૦આશરે ઈ.પૂ. ૫૧૮

    કેમ કે તે સમય અગાઉ કોઈ માણસને પાક મળતો ન હતો, કે કોઈ જાનવરને પાક માટે મજૂરી પણ મળતી ન હતી. દુશ્મનને લીધે અંદર જનાર કે બહાર આવનારને કંઈ શાંતિ ન હતી. મેં દરેક માણસોને પોતાના પડોશી વિરુદ્ધ કરી દીધા હતા.

  24. ઝખાર્યા ૮:૧૧આશરે ઈ.પૂ. ૫૧૮

    પણ હવે હું આ લોકોના બચેલાઓની સાથે અગાઉની માફક વર્તીશ નહિ.’ એવું સૈન્યોના યહોવાહ કહે છે.

  25. ઝખાર્યા ૮:૧૨આશરે ઈ.પૂ. ૫૧૮

    “ત્યાં શાંતિનું બીજ દેખાશે. દ્રાક્ષાવેલો તેનાં ફળ આપશે, અને પૃથ્વી પોતાની ઊપજ આપશે. આકાશોમાંથી ઓસ પડશે, કેમ કે આ લોકોમાંના બાકી રહેલાઓને હું આ સર્વ વસ્તુઓનો વારસો આપીશ.