મુખ્ય સામગ્રી પર જાઓ

Eshtaol

7 verses

31.7800, 35.0000 ગૂગલ નકશા પર જુઓ

Eshtaol નો ઉલ્લેખ કરતી કલમો

  1. ¶ પશ્ચિમ તરફના નીચાણના પર્વતીય પ્રદેશમાં, એશ્તાઓલ, સોરાહ તથા આશના;

  2. તેઓના વારસાના વિસ્તારમાં સોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ,

  3. ઈશ્વરનો આત્મા તેને સોરાહ તથા એશ્તાઓલની વચ્ચે, માહનેહ દાનમાં, સંચાર કરવા લાગ્યો.

  4. પછી તેના ભાઈ તથા તેનાં બધા કુટુંબીજનો સર્વ ત્યાં આવીને તેને લઈ ગયાં અને સોરાહ તથા એશ્તાઓલની વચમાં તેના પિતા માનોઆના કબ્રસ્તાનમાં તેના દેહને દફનાવ્યો. સામસૂને વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.

  5. દાનના લોકોએ પોતાના આખા કુળમાંથી પાંચ માણસો મોકલ્યા, તેઓ લડવૈયા અને સોરાહથી એશ્તાઓલના યુદ્ધમાં અનુભવી હતા, તેઓને દેશની જાસૂસી કરવા તથા તપાસ કરવા માટે મોકલ્યા. તેઓએ તેમને કહ્યું, “જઈને દેશની તપાસ કરો” તેઓ એફ્રાઇમના પહાડી દેશમાં આવ્યા, મિખાને ઘરે આવીને ત્યાં તેઓ રાત્રી મુકામ કર્યો.

  6. તેઓ પોતાના કુળ સોરાહ તથા એશ્તાઓલમાં પાછા આવ્યા. તેઓના સંબંધીઓએ તેઓને પૂછ્યું, “તમે શું ખબર લાવ્યા છો?”

  7. ¶ પછી દાનના કુળના છસો માણસો, યુદ્ધ માટેનાં શસ્ત્રો સજીને સોરાહ તથા એશ્તાઓલમાંથી રવાના થયા.