મુખ્ય સામગ્રી પર જાઓ

Egypt

561 verses · 4 known names

આ નામે પણ ઓળખાય છે: Egyptian, Egyptians, Egyptian's

30.1000, 31.3300 ગૂગલ નકશા પર જુઓ

Egypt નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. તેથી તમારે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં પરદેશી હતા.

  2. ¶ જયારે તમારા પિતૃઓ બધા મળીને મિસર ગયા હતા ત્યારે તેઓ ફક્ત સિત્તેર જ હતા. પણ અત્યારે તમારા ઈશ્વર યહોવાહે તમારી સંખ્યા આકાશના તારાઓ જેટલી વધારી છે.

  3. તેમનાં ચિહ્નો, તેમનાં કામો, જે તેમણે મિસર મધ્યે મિસરના રાજા ફારુન તથા તેના આખા દેશ પ્રત્યે કર્યા તે.

  4. ¶ મિસરનું સૈન્ય તેના ઘોડા અને રથો તમારો પીછો કરતાં હતાં, ત્યારે સૂફ સમુદ્રનું પાણી તેમની પર ફેરવી વાળ્યું. એ રીતે યહોવાહે તેમનો આજ સુધી કેવી રીતે વિનાશ કર્યો તે તેમણે જોયું નથી;

  5. ¶ તમે જે દેશનું વતન પામવાને જઈ રહ્યા છો તે તો મિસર દેશ જ્યાંથી તમે બહાર નીકળી આવ્યા છો તેના જેવો નથી કે જયાં બી વાવ્યા પછી તમારે શાકભાજીની વાડીની જેમ પોતાના પગથી પાણી પાવું પડતું હતું.

  6. અને તે પ્રબોધક તથા તે સ્વપ્નદ્રષ્ટાને મારી નાખવો; કેમ કે તે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી બહાર લાવ્યા છે, જેમણે તમને ગુલામીમાંથી મુક્ત કર્યા તેમની સામે બળવો કરવાનું કહે છે, એ માટે કે રખેને જે માર્ગમાં ચાલવાની યહોવાહ તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તેમાંથી તે તમને ભમાવી દે. એ રીતે તું તારી મધ્યેથી દુષ્ટતા દૂર કર.

  7. ¶ તમારે તેને પથ્થર વડે મારી નાખવો, કેમ કે યહોવાહ તમારા ઈશ્વર જે તમને મિસર દેશમાંથી એટલે ગુલામીમાંથી બહાર લાવ્યા, તેમની પાસેથી તમને દૂર લઈ જવાનો પ્રયત્ન તેણે કર્યો છે.

  8. ¶ અને તમારે યાદ રાખવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને છોડાવ્યા હતા. એ માટે હું આજે તમને આ આજ્ઞા આપું છું.

  9. ¶ આબીબ માસ ધ્યાન રાખીને યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે પાસ્ખાપર્વ પાળો; કેમ કે આબીબ માસમાં યહોવાહ તમારા ઈશ્વર તમને રાત્રે મિસરમાંથી બહાર લઈ આવ્યા.

  10. ¶ તમારે તેની સાથે ખમીરી રોટલી ન ખાવી. સાત દિવસ સુધી તમારે તેની સાથે ખમીર વગરની એટલે દુઃખની રોટલી ખાવી કારણ કે, તમે મિસર દેશમાંથી ઉતાવળે નીકળ્યા હતા. અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે બહાર આવ્યા તે દિવસ આખા જીવનભર યાદ રહે.

  11. પરંતુ, યહોવાહ તારા ઈશ્વર પોતાના પવિત્રસ્થાન માટે જે જગ્યા પસંદ કરે ત્યાં સાંજે સૂર્યાસ્ત સમયે એટલે જે વર્ષે તમે મિસરમાંથી બહાર આવ્યા તે સમયે, પાસ્ખાયજ્ઞ કરો.

  12. તમે મિસરમાં ગુલામ હતા તે યાદ રાખીને તમે આ કાનૂનો પાળો અને તેને અમલમાં મૂકો.

  13. ¶ ફક્ત આટલું જ કે તે પોતાને માટે મોટી સંખ્યામાં ઘોડાઓ ન રાખે. અને પોતાના ઘોડાઓની સંખ્યામાં વધારો કરવાના મતલબથી તે લોકોને પાછા મિસર ન મોકલે. કેમ કે યહોવાહે તમને કહ્યું છે કે “તમારે હવે પછી કદી એ રસ્તે પાછા જવું નહિ.”

  14. ¶ જયારે તમે યુદ્ધમાં તમારા દુશ્મનો વિરુદ્ધ લડવા જાઓ, ત્યારે ઘોડાઓ, રથો અને તમારા કરતાં વધારે લોકો તમે જુએ તો તેઓથી બીશો નહિ, કેમ કે, મિસરની ભૂમિમાંથી બહાર લાવનાર યહોવાહ તમારા ઈશ્વર તમારી સાથે છે.

  15. કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.

  16. મિસરમાંથી બહાર આવ્યા ત્યારે યહોવાહ તમારા ઈશ્વરે મરિયમ સાથે શું કર્યું તે યાદ કરો.

  17. તમે મિસરમાં ગુલામ હતા અને યહોવાહ તમારા ઈશ્વરે તમને ત્યાંથી બચાવ્યા તે તમારે યાદ રાખવું. તે માટે હું તમને આ આજ્ઞા પાળવાનું ફરમાવું છું.

  18. યાદ રાખો કે તમે મિસર દેશમાં ગુલામ હતા, એ માટે તમને આજ્ઞા પાળવાનું ફરમાવું છું.

  19. ¶ તમે જયારે મિસરથી આવતા હતા ત્યારે અમાલેકે જે કર્યું તે તમે યાદ કરો;

  20. ¶ પછી તમારે યહોવાહ તમારા ઈશ્વર સમક્ષ એમ કહેવું કે, “અમારા પિતા સ્થળાંતર કરીને આવેલ અરામી હતા અને મિસરમાં જઈને રહ્યા. અને તેમના લોકની સંખ્યા થોડી હતી. ત્યાં તેઓ એક મોટી, શક્તિશાળી અને વસ્તીવાળી પ્રજા બન્યા.

  21. ¶ અને યહોવાહે પોતાના બળવાન હાથે અદ્ભૂત સામર્થ્યથી તથા તેમના પ્રચંડ બાહુબળથી, ચિહ્ન તથા ચમત્કારોથી અમને મિસરમાંથી બહાર લાવ્યા;

  22. ¶ મિસરનાં ગૂમડાંથી તથા ગાંઠિયા રોગથી તથા રક્તપિત્તથી તથા ખસથી યહોવાહ તમને મારશે. અને તેમાંથી તમે સાજા થઈ શકશો નહિ.

  23. ¶ મિસરના જે રોગથી તમે બીતા હતા, તે રોગો હું તમારા પર લાવીશ; તે તમને વળગી રહેશે.

  24. જે માર્ગ વિષે મેં તમને કહ્યું હતું કે તે માર્ગ પર ફરી કદી તમે જશો નહિ. અને તે માર્ગ પર વહાણોમાં યહોવાહ ફરીથી તને મિસરમાં લાવશે. ત્યાં તમે દાસ અને દાસી તરીકે તમારા શત્રુઓને વેચાઈ જવા માગશો પણ તમને કોઈ ખરીદશે નહિ.

  25. ¶ અને મૂસાએ સર્વ ઇઝરાયલી લોકોને બોલાવીને તેઓને કહ્યું, “તમારી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના સેવકોને તથા સમગ્ર દેશને યહોવાહે જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;