મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પછી તેમણે બીજા માણસોને મારા સાંભળતાં કહ્યું, “નગરમાં તેઓની પાછળ જઈને સર્વત્ર ફરીને હત્યા કરો, તમારી આંખો દયા કરે નહિ તથા તેઓને છોડશો નહિ.

  2. વૃદ્ધ પુરુષોને, યુવાનોને, યુવતીઓને, નાનાં બાળકોને તથા સ્ત્રીઓનો નાશ કરો. પણ જેઓના કપાળ પર ચિહ્ન હોય તેવા કોઈની પાસે જશો નહિ. મારા પવિત્રસ્થાનથી જ શરૂઆત કરો.” તેથી તેઓએ સભાસ્થાન આગળ ઊભેલા વડીલોથી જ શરૂઆત કરી.

  3. ¶ તેમણે તેઓને કહ્યું, “સભાસ્થાનને ભ્રષ્ટ કરો, મૃત્યુ પામેલાંથી આંગણાને ભરી દો. આગળ વધો, તેથી તેઓએ જઈને નગર પર હુમલો કર્યો.

  4. જ્યારે તે લોકો હુમલો કરતા હતા ત્યારે હું એકલો હતો. મેં ઊંધા પડીને પોકારીને કહ્યું, “હે પ્રભુ યહોવાહ! શું યરુશાલેમ પર તમારો રોષ વરસાવતાં તમે ઇઝરાયલમાં બાકી રહેલાઓનો નાશ કરશો?”

  5. ¶ તેમણે મને કહ્યું: “ઇઝરાયલના તથા યહૂદિયાના લોકોના અપરાધ અતિશય મોટા છે. સમગ્ર દેશ રક્તપાત તથા અધમતાથી ભરપૂર છે. તેઓ કહે છે કે ‘યહોવાહે દેશને છોડી દીધો છે,’ ‘યહોવાહ જોતા નથી.’”

  6. ¶ તેથી મારી આંખ તેઓના પર દયા રાખશે નહિ કે હું તેઓને છોડીશ નહિ. પણ તેને બદલે હું સઘળું તેઓના માથા પર લાવીશ.”

  7. અને જુઓ, શણનાં વસ્રો પહેરેલો તથા કમરે શાહીનો ખડિયો લટકાવેલો માણસ પાછો આવ્યો. તેણે અહેવાલ આપીને કહ્યું, “તમારા હુકમ પ્રમાણે મેં બધું જ કર્યું છે.”

  8. પછી યહોવાહે શણનાં વસ્ત્ર પહેરેલા માણસ સાથે વાત કરીને કહ્યું, “કરુબની નીચેનાં પૈડાંઓ વચ્ચે જા, કરુબો વચ્ચેથી તારા બે હાથને સળગતા કોલસાથી ભર અને તેઓને નગર પર નાખ.” ત્યારે મારા દેખતાં તે માણસ અંદર ગયો.

  9. પછી યહોવાહનો મહિમા કરુબો ઉપરથી ઊઠીને સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો; સભાસ્થાન વાદળથી ભરાઈ ગયું અને આંગણું યહોવાહના ગૌરવના તેજથી ભરપૂર થયું.

  10. કરુબોની પાંખોનો અવાજ બહારના આંગણા સુધી, સર્વશક્તિમાન ઈશ્વરના મુખમાંથી નીકળેલા અવાજ જેવો સંભળાતો હતો.

  11. ¶ જ્યારે ઈશ્વરે શણનાં વસ્ત્ર પહેરેલા માણસને આજ્ઞા કરી કે, “પૈડાં વચ્ચેથી એટલે કરુબો વચ્ચેથી અગ્નિ લે;” એટલે માણસ અંદર જઈને પૈડાં પાસે ઊભો રહ્યો.

  12. ¶ પછી યહોવાહનો મહિમા સભાસ્થાનના પ્રવેશદ્વારથી જઈને કરુબો પર આવી ઊભો રહ્યો.

  13. કરુબોએ પોતાની પાંખો પ્રસારીને તેઓ તથા તેઓની સાથેનાં પૈડાં મારા દેખતાં પૃથ્વી પરથી ઊંચે ચઢીને બહાર નીકળી આવ્યાં. તેઓ સભાસ્થાનના પૂર્વ તરફના દરવાજા આગળ ઊભાં રહ્યાં. તેઓના ઉપર ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ હતું.

  14. ¶ કબાર નદીના કિનારે ઇઝરાયલના ઈશ્વરની નીચે જે પશુઓ મેં જોયાં હતાં તે આ હતાં, તેથી મેં જાણ્યું કે તેઓ કરુબો હતા!

  15. ¶ પછી આત્મા મને ઊંચકીને યહોવાહના સભાસ્થાનના પૂર્વ દરવાજે લઈ ગયો, પૂર્વ તરફ, જુઓ, આ દરવાજાના બારણા આગળ પચ્ચીસ માણસો હતાં. મેં તેઓની મધ્યે લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયાને તથા બનાયાના દીકરા પલાટયાને જોયા.

  16. ¶ ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, દુષ્ટ કર્મો કરવાની યોજના ઘડનાર તથા આખા નગરમાં દુષ્ટ સલાહ આપનાર માણસો પણ આ જ છે.

  17. ¶ ત્યારે યહોવાહનો આત્મા મારા પર આવ્યો અને તેમણે મને કહ્યું; “બોલ, યહોવાહ આમ કહે છે; હે ઇઝરાયલી લોકો, તમે આ પ્રમાણે કહો છો, તમારા મનમાં જે વિચારો આવે છે તે હું જાણું છું.

  18. તેથી, પ્રભુ યહોવાહ એવું કહે છે કે, મારી નંખાયેલા લોકોને યરુશાલેમની મધ્યે નાખ્યા છે, તેઓ માંસ છે, આ નગર કઢાઈ છે. પણ તમને આ નગરમાંથી બહાર લાવવામાં આવશે.

  19. ¶ તમે તલવારથી ભય રાખતા હતા, તેથી પ્રભુ યહોવાહ કહે છે, હું તમારા ઉપર તલવાર લાવીશ”

  20. “હું તમને નગરમાંથી બહાર કાઢી લાવીને તમને પરદેશીઓના હાથમાં સોંપી દઈશ, કેમ કે હું તમારી વિરુદ્ધ ન્યાય લાવીશ.

  21. તમે તલવારથી પડશો. ઇઝરાયલની સરહદથી તમારો ન્યાય કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!

  22. ¶ આ નગર તમારી કઢાઈરૂપ થશે નહિ અને તમે તેની અંદર માંસરૂપ થશો નહિ. ઇઝરાયલની સરહદમાં હું તમારો ન્યાય કરીશ.

  23. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું, જેના વિધિઓ પ્રમાણે તમે ચાલ્યા નથી અને જેના હુકમોનું તમે પાલન કર્યું નથી. પણ તેને બદલે તમે તમારી આસપાસ રહેતી પ્રજાઓના હુકમોનુ પાલન કર્યું છે.

  24. ¶ હું ભવિષ્યવાણી કરતો હતો ત્યારે એવું બન્યું કે બનાયાનો દીકરો પલાટયા મરી ગયો. હું ઊંધો પડ્યો અને મેં મોટે અવાજે પોકારીને કહ્યું કે, “અરેરે, પ્રભુ યહોવાહ, શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”

  25. ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,