મુખ્ય સામગ્રી પર જાઓ

God

11,427 કલમો · 2 કુટુંબના સભ્યો

God નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. “હે મનુષ્યપુત્ર, તારા ભાઈઓને એટલે તારા ભાઈઓને, તારા કુળના માણસોને તથા સર્વ ઇઝરાયલી લોકોને યરુશાલેમના રહેવાસીઓએ કહ્યું છે કે, તેઓને યહોવાહથી દૂર કાઢવામાં આવ્યા છે; આ દેશ તો અમને અમારી મિલકત તરીકે સોંપવામાં આવ્યો છે.’”

  2. ¶ તેથી કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘જો કે મેં તેઓને દૂરની પ્રજાઓમાં કાઢી મૂક્યા છે, જો કે મેં તેઓને દેશો મધ્યે વિખેરી નાખ્યા છે, તોપણ જે જે દેશોમાં તેઓ ગયા છે ત્યાં હું થોડા સમય સુધી તેઓને માટે પવિત્રસ્થાનરૂપ થઈશ.

  3. તે માટે, પ્રભુ યહોવાહ કહે છે કે, ‘હું લોકોમાંથી તમને ભેગા કરીશ, જે જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છો ત્યાંથી હું તમને એકત્ર કરીશ, હું તમને ઇઝરાયલનો દેશ આપીશ.’

  4. ¶ હું તેઓને એક હૃદય આપીશ, જયારે તેઓ મારી પાસે આવશે ત્યારે હું તેઓમાં નવો આત્મા મૂકીશ, હું તેઓના દેહમાંથી પથ્થરનું હૃદય લઈને, તેઓને માંસનું હૃદય આપીશ,

  5. જેથી તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલે, તેઓ મારા નિયમોનું પાલન કરે અને તેનો અમલ કરે. ત્યારે તેઓ મારા લોક થશે અને હું તેઓનો ઈશ્વર થઈશ.

  6. પણ જેઓ પોતાની ધિક્કારપાત્ર બાબતો તથા તિરસ્કારપાત્ર વસ્તુઓ તરફ ચાલે છે, તેઓની કરણીઓનો બદલો હું તેઓને માથે લાવીશ. આ પ્રભુ યહોવાહનું વચન છે.”

  7. ¶ ત્યારે કરુબોએ પોતાની પાંખો પ્રસારી અને પૈડાં પણ તેઓની સાથે હતાં. ઇઝરાયલના ઈશ્વરનું ગૌરવ ઊંચે તેઓના પર હતું.

  8. યહોવાહનું ગૌરવ નગરમાંથી ઉપડીને પૂર્વ બાજુએ આવેલા પર્વત પર ઊભું રહ્યું.

  9. ¶ અને ઈશ્વરનો આત્મા મને ઊંચકીને સંદર્શનમાં ખાલદીઓના દેશમાં બંદીવાનોની પાસે લાવ્યો. અને જે સંદર્શન મેં જોયું હતું તે મારી પાસેથી જતું રહ્યું.

  10. પછી જે બાબતો યહોવાહે મને બતાવી હતી તે મેં બંદીવાનોને કહી સંભળાવી.

  11. ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  12. તેઓના દેખતાં તું તારો સામાન ખભે ઊંચકીને અંધારામાં બહાર લઈ જા. તારે તારું મુખ ઢાંકી દેવું, જેથી તું જમીન જુએ નહિ, કેમ કે મેં તને ઇઝરાયલી લોકોમાં ચિહ્ન તરીકે ઠરાવ્યો છે.

  13. ¶ સવારમાં યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  14. તું તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે કે: આ ભવિષ્યવાણી યરુશાલેમના સરદારને તથા તેમાં વસતા બધા ઇઝરાયલી લોકો માટે છે.’”

  15. ¶ તું તેઓને કહે કે, ‘હું તમારે માટે ચિહ્નરૂપ છું. મેં જે કર્યું છે, તેમ જ કરવામાં આવશે, તેઓ પરદેશમાં તથા બંદીવાસમાં જશે.

  16. હું તેના પર મારી જાળ ફેલાવીશ અને તે મારી જાળમાં પકડાઈ જશે; ત્યારે હું તેને ખાલદીઓના દેશમાં બાબિલમાં લાવીશ, પણ તે તે જોશે નહિ. તે ત્યાં મૃત્યુ પામશે.

  17. ¶ તેની આસપાસના સર્વ મદદગારોને અને તેના આખા સૈન્યને હું ચારે દિશાઓમાં વિખેરી નાખીશ, હું તેમની પાછળ તલવાર મોકલીશ.

  18. હું તેઓને જ્યારે પ્રજાઓમાં તથા દેશોમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

  19. પણ હું તેઓમાંના કેટલાક માણસને તલવાર, દુકાળ તથા મરકીના ઉપદ્રવથી જીવતા રહેવા દઈશ, જેથી તેઓ જે પ્રજાઓમાં હું તેઓને લઈ જઈશ ત્યાં તેઓ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો કહી બતાવે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.”

  20. ¶ યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  21. ¶ દેશના લોકોને કહે કે, ‘પ્રભુ યહોવાહ યરુશાલેમના રહેવાસીઓ તથા ઇઝરાયલના દેશ વિષે આમ કહે છે: તેઓ ધ્રુજારીસહિત પોતાની રોટલી ખાશે અને ચિંતાતુર થઈને પાણી પીશે, તેના દેશના સર્વ રહેવાસીઓની હિંસાને કારણે તેના દેશમાં જે બધું હશે તેનો નાશ થશે.

  22. વસતિવાળાં નગરો વેરાન કરવામાં આવશે, દેશ ઉજ્જડ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.’”

  23. ¶ ફરીથી યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

  24. માટે, તું તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: ‘હું આ કહેવતનો અંત લાવીશ, જેથી ઇઝરાયલી લોકો તેનો ફરીથી ઉપયોગ કરે નહિ.’ તેઓને કહે કે, “સમય નજીક આવ્યો છે અને દરેક સંદર્શન પરિપૂર્ણ થશે.”

  25. કેમ કે હું, યહોવાહ છું, હું બોલીશ, હું જે વચન બોલીશ તે ફળીભૂત થશે. તેનો વિલંબ કરવામાં આવશે નહિ. હે બંડખોર લોકો, હું તમારા દિવસોમાં આ વચનો બોલીશ, તેને હું ફળીભૂત કરીશ. આ પ્રભુ યહોવાહનાં વચનો છે.