મુખ્ય સામગ્રી પર જાઓ

Aaron

331 કલમો · 9 કુટુંબના સભ્યો

Aaron નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.

  2. આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.

  3. તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.

  4. ¶ યહોવાહના સભાસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.

  5. ¶ હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.

  6. ¶ ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો.

  7. તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.

  8. શું તમે ઈશ્વરના યાજકોને, એટલે હારુનના વંશજોને તથા લેવીઓને કાઢી મૂક્યા નથી? શું તમે બીજા દેશોના લોકોના રિવાજ પ્રમાણે પોતાને માટે મૂર્તિપૂજક યાજકો નીમ્યા નથી? તમારામાં તો કોઈપણ માણસ એક જુવાન બળદ તથા સાત ઘેટાં લઈને પોતાને પવિત્ર કરવા માટે આવે છે; તે પોતે, તમારા દેવો જેઓ દેવ નથી, તે તેઓનો યાજક થાય છે.

  9. ¶ પરંતુ અમારા માટે તો પ્રભુ એ જ અમારા ઈશ્વર છે અને અમે તેમને તજી દીધા નથી. ઈશ્વરની સેવા કરનારા અમારા યાજકો તો હારુનના વંશજો છે તથા લેવીઓ પણ પોતપોતાનાં કામ કરે છે.

  10. તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, ઈશ્વરની આગળ ધૂપ ચઢાવવો એ તારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ ચઢાવવા માટે પવિત્ર થયેલા છે, તે યાજકોનું એ કામ છે. સભાસ્થાનમાંથી બહાર આવ, કેમ કે તેં પાપ કર્યું છે. ત્યાં પ્રભુ, ઈશ્વર તરફથી તને સન્માન મળશે નહિ.”

  11. તેઓ રાજ્યને માટે, પવિત્રસ્થાનને માટે તથા યહૂદિયાના લોકો માટે પાપાર્થાર્પણને માટે સાત બળદ, સાત ઘેટાં, સાત હલવાન તથા સાત બકરા લાવ્યા. હિઝકિયાએ હારુનના વંશજોને, એટલે યાજકોને, ઈશ્વરની વેદી પર તેમનું અર્પણ કરવાની આજ્ઞા આપી.

  12. વળી જે યાજકો હારુનના વંશજો હતા તેઓ પોતાના દરેક નગરની આસપાસનાં ગામોમાં રહેતા હતા, તેઓને માટે પણ કેટલાક પસંદ કરેલા માણસોને નીમવામાં આવ્યા હતા, જેથી તેઓ યાજકોમાંના સર્વ પુરુષોને તથા લેવીઓમાં જેઓ વંશાવળી પ્રમાણે ગણાયા હતા, તેઓ સર્વને ખોરાક તથા અન્ય સામગ્રી વહેંચી આપે.

  13. પછી તેઓએ પોતાને માટે તેમ જ યાજકોને માટે તૈયાર કર્યું, કેમ કે યાજકો જે હારુનના વંશજો હતા તેઓ આખીરાત દહનીયાર્પણ તથા મેંદાર્પણ કરવામાં ખૂબ વ્યસ્ત હતા, તેથી લેવીઓએ પોતાને સારુ તથા યાજકો જે હારુનના વંશજો હતા તેઓને સારુ પાસ્ખા તૈયાર કર્યું.

  14. અબીશૂઆ, ફીનહાસ, એલાઝાર તથા મુખ્ય યાજક હારુન.

  15. લેવીઓ દશાંશ લે, તે સમયે હારુનના પુત્ર યાજકે તે લેવીઓ સાથે રહેવું. લેવીઓએ તે દશાંશોનો દશાંશ અમારા ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારમાં લાવવો.

  16. ઝરુબ્બાબેલના તથા નહેમ્યાના સમયમાં સર્વ ઇઝરાયલીઓ ગાનારાઓના તથા દ્વારપાળો હિસ્સા તેઓને દરરોજની જરૂરિયાત પ્રમાણે આપતા હતા. તેઓ લેવીઓ માટે અલગ રાખતા હતા અને લેવીઓ હારુનના પુત્રો માટે અલગ હિસ્સો રાખતા હતા.

  17. તમે મૂસા તથા હારુનની મારફતે તમારા લોકોને ઘેટાંનાં ટોળાંની જેમ દોર્યા.

  18. તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને અને તેમના નામને હાંક મારનારાઓમાં શમુએલે પણ યહોવાહને વિનંતિ કરી અને તેમણે તેઓને ઉત્તર આપ્યો.

  19. તેમણે પોતાના સેવક મૂસાને અને તેમના પસંદ કરેલા, હારુનને મોકલ્યા.

  20. તેઓએ છાવણીમાં મૂસાની ઈર્ષ્યા કરી અને યહોવાહના પવિત્ર યાજક હારુનની અદેખાઈ કરી.

  21. હારુનનું કુટુંબ, યહોવાહ પર ભરોસો રાખો; તે તમારા મદદગાર તથા તમારી ઢાલ છે.

  22. યહોવાહે આપણને સંભાર્યા છે અને તે આપણને આશીર્વાદ આપશે; તે ઇઝરાયલના પરિવારને અને હારુનના પરિવારને આશીર્વાદ આપશે.

  23. હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

  24. તે માથે ચોળેલા, દાઢી સુધી, હા, હારુનની દાઢી સુધી, તેના વસ્ત્રની કોર સુધી, ઊતરેલા મૂલ્યવાન તેલનાં જેવું છે.

  25. હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો.