નહેમ્યા ૭:૬-૬૦
૬
¶ “બાબિલના રાજા નબૂખાદનેસ્સાર દ્વારા જે લોકોને બંદીવાન કરીને લઈ જવામાં આવ્યા હતા, તેઓમાંના જે લોકો યહૂદિયાનાં પોતપોતાનાં નગરોમાં અને યરુશાલેમમાં પાછા આવ્યા,
૭
એટલે ઝરુબ્બાબેલ, યેશૂઆ, નહેમ્યા, અઝાર્યા, રામ્યા, નાહમાની, મોર્દખાય, બિલ્શાન, મિસ્પરેથ, બિગ્વાય, નહૂમ તથા બાનાહની સાથે આવ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકોના પુરુષોની સંખ્યાવાર યાદી આ પ્રમાણે છે.
૮
¶ પારોશના વંશજો બે હજાર એકસો બોતેર,
૯
શફાટયાના વંશજો ત્રણસો બોતેર,
૧૦
આરાહના વંશજો છસો બાવન,
૧૧
યેશૂઆ તથા યોઆબના વંશજોમાંના પાહાથ-મોઆબના વંશજો બે હજાર આઠસો અઢાર,
૧૨
એલામના વંશજો એક હજાર બસો ચોપન,
૧૩
ઝાત્તૂના વંશજો આઠસો પિસ્તાળીસ,
૧૪
ઝાકકાયના વંશજો સાતસો આઠ.
૧૫
¶ બિન્નૂઈના વંશજો છસો અડતાળીસ,
૧૬
બેબાયના વંશજો છસો અઠ્ઠાવીસ,
૧૭
આઝગાદના વંશજો બે હજાર ત્રણસો બાવીસ,
૧૮
અદોનિકામના વંશજો છસો સડસઠ.
૧૯
¶ બિગ્વાયના વંશજો બે હજાર સડસઠ,
૨૦
આદીનના વંશજો છસો પંચાવન,
૨૧
હિઝકિયાના આટેરના વંશજો અઠ્ઠાણું,
૨૨
હાશુમના વંશજો ત્રણસો અઠ્ઠાવીસ.
૨૩
¶ બેસાયના વંશજો ત્રણસો ચોવીસ,
૨૪
હારીફના વંશજો એકસો બાર,
૨૫
ગિબ્યોનના વંશજો પંચાણું
૨૬
બેથલેહેમ તથા નટોફાથી એકસો ઈઠ્યાસી.
૨૭
¶ અનાથોથના વંશજો એકસો ઈઠ્યાસી,
૨૮
બેથ-આઝમાવેથના વંશજો બેતાળીસ,
૨૯
કિર્યાથ-યારીમના કફીરાના તથા બેરોથના વંશજો સાતસો તેંતાળીસ,
૩૦
રામા તથા ગેબાના વંશજો છસો એકવીસ.
૩૧
¶ મિખ્માશના વંશજો એકસો બાવીસ,
૩૨
બેથેલના તથા આયના વંશજો એકસો ત્રેવીસ,
૩૩
નબોના વંશજો બાવન,
૩૪
બીજા એલામના વંશજો એક હજાર બસો ચોપન.
૩૫
¶ હારીમના વંશજો ત્રણસો વીસ,
૩૬
યરીખોના વંશજો ત્રણસો પિસ્તાળીસ,
૩૭
લોદના, હાદીદના તથા ઓનોના વંશજો સાતસો એકવીસ,
૩૮
સનાઆહના વંશજો ત્રણ હજાર નવસો ત્રીસ.
૩૯
¶ યાજકો: યદાયાના વંશજો, યેશૂઆના કુટુંબનાં નવસો તોંતેર,
૪૦
ઈમ્મેરના વંશજો એક હજાર બાવન,
૪૧
પાશહૂરના વંશજો એક હજાર બસો સુડતાળીસ,
૪૨
હારીમના વંશજો એક હજાર સત્તર.
૪૩
¶ લેવીઓ: યેશૂઆના તથા કાદમીએલના વંશજો, હોદેવાના વંશજોમાંના ચુંમોતેર.
૪૪
ગાનારાઓ: આસાફના વંશજો એકસો અડતાળીસ.
૪૫
દ્વારપાળો: શાલ્લુમના વંશજો, આટેરના વંશજો, ટાલ્મોનના વંશજો, આક્કુબના વંશજો, હટીટાના વંશજો અને શોબાયના વંશજો એક સો આડત્રીસ.
૪૬
¶ ભક્તિસ્થાનના સેવકો: સીહાના વંશજો, હસૂફાના વંશજો, ટાબ્બાઓથના વંશજો,
૪૭
કેરોસના વંશજો, સીઆના વંશજો, પાદોનના વંશજો,
૪૮
લબાનાના વંશજો, હગાબાના વંશજો, શાલ્માયના વંશજો,
૪૯
હાનાનના વંશજો, ગિદ્દેલના વંશજો, ગહારના વંશજો.
૫૦
¶ રાયાના વંશજો, રસીનના વંશજો, નકોદાના વંશજો,
૫૧
ગાઝ્ઝામના વંશજો, ઉઝઝાના વંશજો, પાસેઆના વંશજો,
૫૨
બેસાઈના વંશજો, મેઉનીમના વંશજો, નફીસીમના વંશજો.
૫૩
¶ બાકબુકના વંશજો, હાકૂફાના વંશજો, હાર્હૂરના વંશજો,
૫૪
બાસ્લીથના વંશજો, મહિદાના વંશજો, હાર્શાના વંશજો,
૫૫
બાર્કોસના વંશજો, સીસરાના વંશજો, તેમાના વંશજો,
૫૬
નસીઆના વંશજો અને હટીફાના વંશજો.
૫૭
¶ સુલેમાનના સેવકોના વંશજો: સોટાયના વંશજો, સોફેરેથના વંશજો, પરીદાના વંશજો,
૫૮
યાલાના વંશજો, દાર્કોનના વંશજો, ગિદ્દેલના વંશજો,
૫૯
શફાટયાના વંશજો, હાટ્ટીલના વંશજો, પોખરેથ-હાસ્સબાઈમના વંશજો અને આમોનના વંશજો.
૬૦
ભક્તિસ્થાનના સેવકો તથા સુલેમાનના સર્વ સેવકો મળીને ત્રણસો બાણું હતા.
Settings