Skip to content
યોહાન ૨:૭-૯

યોહાન ૨:૭-૯

ઈસુએ તેઓને કહ્યું, ‘તે કુંડાંઓમાં પાણી ભરો.’ એટલે તેઓએ કુંડાંને છલોછલ ભર્યાં.
પછી ઈસુએ તેઓને કહ્યું કે, ‘હવે કાઢીને જમણનાં કારભારી પાસે લઈ જાઓ.’ અને તેઓ લઈ ગયા.
જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,

આ પણ જુઓ

શાસ્ત્રમાં અન્યત્ર આ વિશે શું લખ્યું છે

  • યોહાન ૪:૪૬

    ¶ ઈસુ ફરીથી ગાલીલમાંનું જે કાના ગામ છે, જ્યાં તેમણે પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો, ત્યાં આવ્યા; ત્યાં એક અધિકારી માણસ હતો, તેનો દીકરો કપરનાહૂમમાં માંદો હતો.
    કલમ ૯ માંથી
  • 2 રાજઓ ૪:૨

    એલિશાએ તેને કહ્યું, “હું તારા માટે શું કરું? મને કહે તારી પાસે ઘરમાં શું છે?” તેણે કહ્યું, “તારી દાસી પાસે વાટકી તેલ સિવાય બીજું કશું જ ઘરમાં નથી.”
    કલમ ૭ માંથી
  • 2 રાજઓ ૪:૬

    જયારે બધાં વાસણો ભરાઈ ગયાં ત્યારે તેણે તેના દીકરાઓને કહ્યું, “મારી પાસે બીજાં વાસણો લાવો.” પણ દીકરાએ કહ્યું, “હવે બીજું એક પણ વાસણ નથી.” એટલે તેલ પડતું બંધ થયું.
    કલમ ૭ માંથી
  • યોહાન ૨:૫

    તેમની મા ચાકરોને કહે છે કે, ‘જે કંઈ તે તમને કહે તે કરો.’”
    કલમ ૭ માંથી
  • યોહાન ૨:૯

    ¶ જયારે જમણનાં કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષારસ ચાખ્યો, પણ તે ક્યાંથી આવ્યો એ તે જાણતો ન હતો પણ જે ચાકરોએ પાણી ભર્યું હતું તેઓ જાણતા હતા, ત્યારે જમણનાં કારભારીએ વરને બોલાવીને,
    કલમ ૮ માંથી
  • 1 રાજઓ ૧૭:૧૩

    એલિયાએ તેને કહ્યું, “ગભરાઈશ નહિ. જઈને તારા કહેવા પ્રમાણે કર, પણ પહેલાં મારા માટે તેમાંથી એક નાની રોટલી બનાવીને મારી પાસે અહીં લઈ આવ. પછી તારા માટે તથા તારા દીકરા માટે બનાવજે.
    કલમ ૭ માંથી
  • યોહાન ૨:૩

    ¶ જ્યારે દ્રાક્ષારસ ખૂટ્યો ત્યારે મરિયમ ઈસુને કહે છે કે, ‘તેઓની પાસે દ્રાક્ષારસ નથી.’”
    કલમ ૭ માંથી
  • માર્ક ૧૧:૨

    અને તેઓને કહે છે કે, ‘સામેના ગામમાં જાઓ અને તેમાં તમે પેસશો કે તરત એક ગધેડાનો વછેરો જેનાં પર કોઈ માણસ કદી સવાર થયું નથી, તે તમને બાંધેલો મળશે; તેને છોડી લાવો.
    કલમ ૭ માંથી
  • માર્ક ૧૧:૬

    જેમ ઈસુએ તેઓને આજ્ઞા આપી હતી, તેમ શિષ્યોએ લોકોને કહ્યું. અને તેઓએ તેમને જવા દીધાં.
    કલમ ૭ માંથી
  • માર્ક ૧૪:૧૨

    ¶ બેખમીર રોટલીના પર્વને પહેલે દિવસે, જયારે લોકો પાસ્ખાનું બલિદાન કરતા હતા, ત્યારે ઈસુના શિષ્યો તેમને પૂછે છે કે, ‘તમે પાસ્ખા ખાઓ માટે અમે ક્યાં જઈને તૈયારી કરીએ, એ વિષે તમારી શી ઇચ્છા છે?’”
    કલમ ૭ માંથી
  • માર્ક ૧૪:૧૭

    ¶ સાંજ પડી ત્યારે બાર શિષ્યોની સાથે તે આવ્યા.
    કલમ ૭ માંથી
  • નીતિવચનો ૩:૫

    તારા પૂર્ણ હૃદયથી યહોવાહ પર ભરોસો રાખ અને તારી પોતાની સમજણ પર આધાર રાખીશ નહિ.
    કલમ ૮ માંથી

આ ક્યાં બને છે

All John Sites (Jerusalem)
All John Sites (Jerusalem) View full PDF
Jesus' First Journey from Galilee to Jerusalem
Jesus' First Journey from Galilee to Jerusalem View full PDF
John 2:1-11
John 2:1-11 View full PDF

Map © Biblica Open Bible Maps · CC BY-SA 4.0

Settings

Reading Style

Typeface

Font Size 19px

Options