Skip to content
1 રાજઓ ૧૩:૧૧-૧૯

1 રાજઓ ૧૩:૧૧-૧૯

૧૧
હવે ત્યાં બેથેલમાં એક વૃદ્વ પ્રબોધક રહેતો હતો અને તેના પુત્રોમાંના એકે આવીને તેને ઈશ્વરભક્તે બેથેલમાં જે સઘળું કર્યુ હતું તે અને તેણે રાજાને જે કહ્યું હતું તે સર્વ જણાવ્યું.
૧૨
તેઓના પિતાએ તેઓને પૂછ્યું, “તે કયા માર્ગે ગયો?” હવે યહૂદિયામાંથી આવેલો ઈશ્વરભક્ત કયા માર્ગે ગયો હતો તે તેના પુત્રોએ તેમને બતાવ્યાં.
૧૩
તેથી તેણે તેના પુત્રોને કહ્યું, “જલ્દીથી મારા માટે ગધેડા પર જીન બાંધો.” તેઓએ તેને માટે ગધેડા પર જીન બાંધ્યું. પછી તેણે તેના પર સવારી કરી.
૧૪
પછી તે વૃદ્વ પ્રબોધક પેલા ઈશ્વરભક્તના પાછળ ગયો અને તેને એક એલોન વૃક્ષની નીચે બેઠેલો જોયો. તેણે તેને પૂછ્યું, “શું તું યહૂદિયાથી આવેલો ઈશ્વરભક્ત છે?” તેણે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”
૧૫
પછી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “મારી સાથે મારે ઘરે આવ અને ભોજન લે.”
૧૬
ઈશ્વરભક્તે જવાબ આપ્યો, “હું તારી સાથે પાછો નહિ આવું અને તારા ઘરમાં નહિ જાઉં, તેમ જ હું આ જગ્યાએ તારી સાથે રોટલી પણ નહિ ખાઉં અને પાણી પણ નહિ પીઉં,
૧૭
કેમ કે યહોવાહે મને આજ્ઞા આપી છે કે, ‘તારે ત્યાં રોટલી ખાવી નહિ અને પાણી પણ પીવું નહિ તેમ જ જે માર્ગેથી તું આવ્યો છે તે માર્ગે થઈને પાછા આવવું નહિ.’”
૧૮
તેથી વૃદ્વ પ્રબોધકે તેને કહ્યું, “હું પણ તારા જેવો પ્રબોધક છું અને આજે યહોવાહનો વચન આપતા એક દૂતે મને કહ્યું છે કે, ‘તેને તારી સાથે તારા ઘરમાં લઈ આવ, કે જેથી તે ખાય અને પાણી પીવે.’ પણ ખરેખર તો તે વૃદ્વ પ્રબોધક તેને જૂઠું કહેતો હતો.
૧૯
તેથી તેઓ બન્ને પાછા ફર્યા અને ઈશ્વરભક્તે પેલા વૃદ્વ પ્રબોધકના ઘરે જઈને ત્યાં ખાધું પીધું.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options