1 કાળવ્રત્તાંત ૬:૩૯-૬૬
૩૯
¶ હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
૪૦
શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
૪૧
માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨
અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
૪૩
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
૪૪
હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
૪૫
માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
૪૬
હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
૪૭
શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
૪૮
¶ તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
૪૯
¶ હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.
૫૦
¶ હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
૫૧
અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,
૫૨
ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,
૫૩
અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.
૫૪
¶ જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
૫૫
તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
૫૬
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફૂન્નેના દીકરા કાલેબને આપ્યાં.
૫૭
¶ હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્નાહ તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
૫૮
હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
૫૯
હારુનના વંશજોને આશાન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
૬૦
બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
૬૧
¶ કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.
૬૨
ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.
૬૩
¶ મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
૬૪
તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
૬૫
તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
૬૬
¶ કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
Settings