Skip to content
1 કાળવ્રત્તાંત ૬:૧૬-૪૯

1 કાળવ્રત્તાંત ૬:૧૬-૪૯

૧૬
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
૧૭
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
૧૮
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
૧૯
મરારીના દીકરાઓ: માહલી તથા મુશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
૨૦
ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
૨૧
તેનો દીકરો યોઆહ, તેનો દીકરો ઇદ્દો, તેનો દીકરો ઝેરાહ, તેનો દીકરો યેઆથરાય.
૨૨
કહાથના વંશજો: તેનો દીકરો આમ્મીનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
૨૩
તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
૨૪
તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
૨૫
એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
૨૬
એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
૨૭
તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
૨૮
શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા.
૨૯
મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝા.
૩૦
તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
૩૧
કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.
૩૨
જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
૩૩
જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,
૩૪
શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.
૩૫
તોઆ સૂફનો દીકરો, સૂફ એલ્કાનાનો દીકરો, એલ્કાના માહાથનો દીકરો, માહાથ અમાસાયનો દીકરો,
૩૬
અમાસાય એલ્કાનાનો દીકરો, એલ્કાના યોએલનો દીકરો, યોએલ અઝાર્યાનો દીકરો, અઝાર્યા સફાન્યાનો દીકરો,
૩૭
સફાન્યા તાહાથનો દીકરો, તાહાથ આસ્સીરનો દીકરો, આસ્સીર એબ્યાસાફનો દીકરો, એબ્યાસાફ કોરાનો દીકરો,
૩૮
કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.
૩૯
હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
૪૦
શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
૪૧
માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
૪૨
અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
૪૩
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
૪૪
હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
૪૫
માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
૪૬
હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
૪૭
શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
૪૮
તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
૪૯
હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options