Skip to content

Usury વિશે બાઇબલની કલમો: Forbidden

12 કલમો · 5 પાસાં

Forbidden વિશે કલમો

  1. ¶ તમે મારા લોકોમાંના કોઈ ગરીબ માણસને નાણાં ધીરો, તો તેના પ્રત્યે લેણદાર જેવો વ્યવહાર ન રાખશો અને તેની પાસે વ્યાજ લેશો નહિ.

  2. ¶ તમારા દેશનો કોઈ ભાઈ જો ગરીબ થઈ જાય અને પોતાનું ભરણપોષણ કરી શકે નહિ, તો તેને મદદ કરવી. તે પરદેશી અથવા પ્રવાસી તરીકે તમારી સાથે રહે.

  3. તમારે તેની પાસેથી નફો કે વ્યાજ ન લેવું. પણ ઈશ્વરનો ભય રાખવો એ માટે કે તમારો ભાઈ તમારી સાથે રહે.

  4. તમારે તમારા પૈસા તેને વ્યાજે ન આપવા. તેમ જ નફા સારુ તમારું અન્ન તેને ન આપવું.

  5. ¶ તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ.

  6. તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.

  7. જે કોઈ ભારે વ્યાજ તથા નફો લઈને પોતાની સંપત્તિની વૃદ્ધિ કરે છે તે દરિદ્રી પર દયા રાખનારને માટે તેનો સંગ્રહ કરે છે.

  8. હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે.

  9. ¶ જે વ્યાજ લેતો ન હોય, કે અતિશય નફો લેતો ન હોય, દુરાચારથી દૂર રહેતો હોય, વાદીપ્રતિવાદી વચ્ચે અદલ ન્યાય ચૂકવતો હોઈ અને માણસ-માણસ વચ્ચે વિશ્વાસુપણું સ્થાપિત હોય,

  10. નાણાં વ્યાજે આપતો હોય અને આકરો વટાવ લેતો હોય, તો શું તે જીવશે? તે નહિ જીવે! તેણે આ બધાં ધિક્કારપાત્ર કૃત્યો કર્યાં છે. તે નિશ્ચે માર્યો જશે; તેનું લોહી તેના શિરે.

  11. ગરીબને સતાવ્યો ન હોય, જેણે વ્યાજ કે વટાવ લીધો ન હોય, મારી આજ્ઞાઓ પાળી હોય અને મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા હોય, તો તે તેના પિતાનાં પાપોને લીધે માર્યો જશે નહિ. તે નિશ્ચે જીવશે.

  12. તારી મધ્યે લોકોએ લાંચ લઈને લોહી વહેવડાવ્યું છે. તેં તેઓની પાસેથી વ્યાજ તથા નફો લીધા છે, તેં જુલમ કરીને તારા પડોશીને નુકસાન કર્યું છે, મને તું ભૂલી ગયો છે.” આમ પ્રભુ યહોવાહ કહે છે.