Tribe Of Benjamin વિશે બાઇબલની કલમો: Furnished the first king to Israel
Furnished the first king to Israel વિશે કલમો
¶ હવે શાઉલના આવ્યાના એક દિવસ અગાઉ, ઈશ્વરે શમુએલને જણાવ્યું હતું કે:
“કાલે આશરે આ સમયે, બિન્યામીનના વતનમાંથી એક માણસને હું તારી પાસે મોકલીશ, મારા લોક ઇઝરાયલનો સરદાર થવા સારુ તેનો અભિષેક તું કરજે. અને તે પલિસ્તીઓના હાથમાંથી મારા લોકોને છોડાવશે; કેમ કે મારા લોકોનો પોકાર મારી પાસે આવ્યો છે, માટે મેં તેઓ પર કૃપાદ્રષ્ટિ કરી છે.”
¶ જયારે શમુએલે શાઉલને જોયો, ત્યારે ઈશ્વરે તેને કહ્યું, “જે માણસ વિષે મેં તને કહ્યું હતું કે જે મારા લોક પર અધિકાર ચલાવશે તે આજ છે.”
¶ પણ શાઉલના સૈન્યનો સેનાપતિ, નેરનો દીકરો આબ્નેર, શાઉલના દીકરા ઈશ-બોશેથને માહનાઇમમાં લઈ આવ્યો;
તેણે ઈશ-બોશેથને ગિલ્યાદ, આશેર, યિઝ્રએલ, એફ્રાઇમ, બિન્યામીન તથા સર્વ ઇઝરાયલ પર રાજા બનાવ્યો.
જયારે શાઉલનો દીકરો ઈશ-બોશેથ ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો ત્યારે તે ચાળીસ વર્ષનો હતો, તેણે બે વર્ષ રાજ કર્યું. પણ યહૂદાનું કુળ દાઉદને આધીન રહેતું હતું.