મુખ્ય સામગ્રી પર જાઓ

The Tribe Of Issachar વિશે બાઇબલની કલમો

13 કલમો · 20 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. ¶ બીજે દિવસે સુઆરનો દીકરા નથાનએલ એટલે ઇસ્સાખારના અધિપતિએ અર્પણ કર્યું.

  2. અને તેણે આ અર્પણ ચઢાવ્યું. એટલે ચાંદીની એક કથરોટ જેનું વજન એકસો વીસ શેકેલ હતું તથા પવિત્ર સ્થાનના શેકેલ મુજબ સિતેર શેકેલ ચાંદીનો એક પ્યાલો. આ બન્ને પાત્રોમાં ખાધાર્પણ તરીકે તેલથી મોહેલો મેંદાથી ભરેલો હતો.

  3. ¶ દશ શેકેલ ધૂપથી ભરેલું સોનાનું ધૂપપાત્ર તેણે આપ્યું.

  4. તથા તેણે દહનીયાર્પણ માટે એક વર્ષનું વાછરડું, એક ઘેટો, પહેલા વર્ષનું એક હલવાન આપ્યું.

  5. તેણે પાપાર્થાર્પણ માટે બકરામાંથી એક નર આપ્યું.

  6. અને તેણે શાંત્યર્પણોના યજ્ઞ માટે બે બળદ, પાંચ ઘેટા, પાંચ બકરા અને એક વર્ષના પાંચ હલવાન આપ્યાં. સુઆરના દીકરા નથાનએલનું અર્પણ એ હતું.

  7. ¶ ચોથી ચિઠ્ઠી ઇસ્સાખારના નામની નીકળી તે પ્રમાણે તેઓના કુટુંબોને જમીન આપવામાં આવી હતી.

  8. તેઓના પ્રદેશમાં યિઝ્રએલ, કસુલ્લોથ તથા શૂનેમ.

  9. હફારાઈમ, શીઓન તથા અનાહરાથ.

  10. ¶ રાબ્બીથ, કિશ્યોન, એબેસ,

  11. રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદ્દા તથા બેથ-પાસ્સેસ.

  12. તેઓની સીમા તાબોર, શાહસુમા, બેથ-શેમેશ થઈને યર્દન સુધી પહોંચી. તેઓનાં ગામો સહિત આ કુલ સોળ નગરો હતાં.

  13. ¶ ઇસ્સાખારના કુળનો આ વારસો તેઓના કુટુંબને તેમનાં ગામો અને નગરો સહિત આપવામાં આવ્યો હતો.