મુખ્ય સામગ્રી પર જાઓ

The Power of Christ વિશે બાઇબલની કલમો

62 કલમો · 34 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. ¶ પ્રભુની સમક્ષતામાંથી તથા તેમના સામર્થ્યના મહિમાથી દૂર રહેવાની અનંતકાળિક નાશની સજા તેઓ તે દિવસે પામશે

  2. તેમને એકલાને જ અવિનાશીપણું છે, પાસે ન જવાય એવા અજવાળામાં રહે છે, જેમને કદી કોઈ મનુષ્યોએ જોયા નથી અને જોઈ શકતા પણ નથી તેમને અનંતકાળ સન્માન તથા આધિપત્ય હો. આમીન.

  3. એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમના પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું, અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.

  4. પણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને મદદ કરી. તેમણે મને બળવાન કર્યો, કે જેથી મેં સંપૂર્ણપણે તેમનું વચન જણાવ્યું અને જેથી દરેક વિદેશીઓ તે સાંભળે.આ રીતે ઈશ્વરે મને મૃત્યુથી બચાવ્યો.

  5. પ્રભુ મને તેઓએ કરેલી સર્વ દુષ્ટ બાબતોથી બચાવશે. તેઓ મને સ્વર્ગમાં જ્યાં તેઓ રાજ કરે છે ત્યાં સુરક્ષિત લાવશે. લોકો હંમેશા તેમની સ્તુતિ કરો. આમેન.

  6. તેઓ ઈશ્વરના મહિમાનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તેઓ સર્વને નિભાવી રાખે છે; તેઓ આપણા પાપનું પ્રાયશ્ચિત કરી, આપણને શુદ્ધ કરી, મહાન પિતાની જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

  7. ¶ જેથી બાળકો માંસ તથા લોહીનાં બનેલાં હોય છે, માટે તે પણ તે જ રીતે તેઓના ભાગીદાર થયા, જેથી તે પોતે મરણ પામીને મરણ પર સત્તા ધરાવનારનો, એટલે શેતાનનો, નાશ કરે.

  8. કેમ કે તેમનું પરીક્ષણ થવાથી તેમણે એટલા માટે દુઃખ સહન કર્યું કે જેઓનું પરીક્ષણ થાય છે, તેઓને સહાય કરવાને તે સર્વશક્તિમાન છે.

  9. ¶ માટે જેઓ તેમની મારફતે ઈશ્વરની પાસે આવે છે, તેઓનો સંપૂર્ણ ઉદ્ધાર કરવાને ઈસુ સમર્થ છે. કેમ કે દરેકને માટે મધ્યસ્થી કરવાને તેઓ સદા જીવંત રહે છે.

  10. ઈસુ તો સ્વર્ગદૂતો, અધિકારીઓ તથા પરાક્રમીઓને પોતાને આધીન કરીને સ્વર્ગમાં ગયા અને ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.

  11. ¶ કેમ કે જયારે અમે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સામર્થ્ય તથા તેના આગમનની વાત તમને જણાવી, ત્યારે અમે ચતુરાઈથી કલ્પેલી વાર્તાઓ અનુસર્યા નહોતા; પણ તેમની મહાન પ્રભુતાને પ્રત્યક્ષ જોનારા હતા.

  12. જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરતો આવ્યો છે; શેતાનના કામનો નાશ કરવાને ઈશ્વરના પુત્ર આપણા માટે પ્રગટ થયા.