મુખ્ય સામગ્રી પર જાઓ

The Levites વિશે બાઇબલની કલમો

255 કલમો · 63 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.

  2. હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,

  3. શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મુશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.

  4. ¶ તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.

  5. ¶ દ્વારપાળો; શાલ્લુમ, આક્કુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.

  6. એ સમયે તે શાલ્લુમ રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.

  7. કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.

  8. ¶ ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.

  9. મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા “મુલાકાતમંડપના” દ્વારપાળ હતો.

  10. ¶ એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.

  11. તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ યહોવાહની ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.

  12. દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.

  13. ¶ તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.

  14. ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ઈશ્વરના સભાસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.

  15. ¶ દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા.

  16. તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.

  17. મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.

  18. ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.

  19. અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.

  20. હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.

  21. ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમ્મીનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.

  22. દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.

  23. ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.

  24. ¶ તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.

  25. ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.