Skip to content

Summer વિશે બાઇબલની કલમો: Fruits of

10 કલમો · 20 પાસાં

Fruits of વિશે કલમો

  1. ¶ દાઉદ પર્વતના શિખર પર થોડા અંતર સુધી ગયો, ત્યાં મફીબોશેથનો ચાકર સીબા તેને બે ગધેડાં સાથે મળ્યો; જેના પર બસો રોટલી, સૂકી દ્રાક્ષોની એકસો અંજીરોનું ઝૂમખું તથા દ્રાક્ષારસની એક કુંડી લાદેલી હતી.

  2. રાજાએ સીબાને પૂછ્યું કે, “આ બધી વસ્તુઓ તું શા માટે લાવ્યો છે?” સીબાએ કહ્યું કે, રાજાના કુટુંબનાં લોકોને સવારી કરવા સારુ ગધેડાં, તારા માણસોને ખાવા રોટલી, દ્રાક્ષ અને અંજીર તથા અરણ્યમાં જેઓ થાકી જાય તેઓને માટે દ્રાક્ષારસ લાવ્યો છું.”

  3. તેથી યાઝેરના રુદનની સાથે હું સિબ્માહની દ્રાક્ષવાડીને માટે રડીશ; હે હેશ્બોન તથા એલઆલેહ, હું તને મારાં આંસુઓથી સિંચીશ. કેમ કે તારા ઉનાળાંનાં ફળ પર તથા તારી ફસલ પર હર્ષનાદ થયો છે.

  4. અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે.

  5. અને જુઓ, ખાલદીઓ આપણી પાસે આવશે, તેઓની આગળ હાજર થવા હું મિસ્પાહમાં વસીશ. પણ તમે દ્રાક્ષારસ, ફળ અને તેલ ભેગાં કરો અને એક પાત્રમાં ભરી રાખો. અને તમે જે નગરો કબજે કર્યાં છે તેઓમાં વસો.”

  6. ત્યાર પછી જે સ્થળોમાં તેઓ વિખેરાઈ ગયા હતા તે સર્વ સ્થળોએથી સર્વ યહૂદીઓ પાછા ફરીને યહૂદિયા દેશમાંના મિસ્પાહમાં ગદાલ્યા પાસે આવ્યા. અને તેઓએ પુષ્કળ દ્રાક્ષારસ તથા ઉનાળાંમાં પાકેલાં ફળ ભેગાં કર્યાં.

  7. હે સિબ્માહના દ્રાક્ષવાડી, હું યાઝેરના કરતાં પણ તારે માટે વધુ વિલાપ કરું છું. તારી ડાળીઓ સમુદ્રની પાર ફેલાયેલી છે. તેઓ યાઝેરના સમુદ્ર સુધી પહોંચી તથા ઉનાળાંનાં તારાં ફળ પર તથા તારી દ્રક્ષાની ઊપજ પર વિનાશ આવી પડ્યો છે.

  8. ¶ પછી પ્રભુ યહોવાહે મને દર્શનમાં બતાવ્યું ત્યારે જુઓ, ઉનાળાંમાં થતાં ફળની એક ટોપલી મારા જોવામાં આવી!

  9. તેમણે મને કહ્યું, “આમોસ, તું શું જુએ છે? “મેં કહ્યું, ઉનાળાંમાં થતાં ફળોની ટોપલી.” પછી યહોવાહે મને કહ્યું, “મારા ઇઝરાયલી લોકોનો અંત આવ્યો છે; હું તેઓને શિક્ષા કરવાનું ચૂકીશ નહિ.

  10. મને અફસોસ છે! કેમ કે ઉનાળાંનાં ફળ વીણી લીધા પછીની જેવી સ્થિતિ, એટલે દ્રાક્ષો વીણી લીધા પછી બચી ગયેલી દ્રાક્ષો જેવી મારી સ્થિતિ છે: ત્યાં ફળની ગુચ્છાઓ મળશે નહિ, પ્રથમ અંજીર જેને માટે હું તલસું છું તે પણ નહિ મળે.