Skip to content

Shelah વિશે બાઇબલની કલમો

8 કલમો · 1 પાસું

મુખ્ય બાઇબલ કલમો

  1. તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

  2. ¶ પછી યહૂદાએ તેની પુત્રવધૂ તામારને કહ્યું કે, “મારો દીકરો શેલા પુખ્ત વયનો થાય, ત્યાં સુધી તું તારા પિતાના ઘરમાં વિધવા તરીકે રહે.” કેમ કે તેણે વિચાર્યું કે, “કદાચ તે પણ તેના ભાઈઓની જેમ મૃત્યુ પામે.” પછી તામાર જઈને તેના પિતાના ઘરમાં રહી.

  3. તેણે તેની વૈધવ્ય અવસ્થાનાં વસ્ત્ર તેના શરીર પરથી ઉતાર્યા અને ઘૂંઘટથી પોતાને આચ્છાદિત કરીને એનાઈમના દરવાજા પાસે, તિમ્નાના માર્ગની બાજુએ જઈને બેઠી. કેમ કે તેણે જાણ્યું કે શેલા મોટો થયો છે, પણ તેને તેની પત્ની થવા માટે આપવામાં આવી નથી.

  4. યહૂદાએ એ વસ્તુઓને ઓળખી અને કહ્યું, “તે મારા કરતાં ન્યાયી છે, કારણ કે મેં તેને મારા દીકરા શેલાને પત્ની તરીકે ન આપી. તે પછી તેણે તેની સાથે સંબંધ બાંધ્યો નહિ.

  5. ¶ યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;

  6. યહૂદાના બીજા વંશજોનાં કુટુંબો આ હતાં એટલે: શેલાથી શેલાનીઓનું કુટુંબ. પેરેસથી પેરેસીઓનું કુટુંબ. ઝેરાહથી ઝેરાહીઓનું કુટુંબ.

  7. ¶ યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.

  8. ¶ યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;