મુખ્ય સામગ્રી પર જાઓ

Onan વિશે બાઇબલની કલમો: Son of Judah. Slain for his refusal to raise seed to his brother.

7 કલમો · 1 પાસું

Son of Judah. Slain for his refusal to raise seed to his brother. વિશે કલમો

  1. તે ફરીથી ગર્ભવતી થઈ અને દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ ઓનાન પાડ્યું.

  2. ¶ યહૂદાએ ઓનાનને કહ્યું, “તું તારા ભાઈની પત્ની પર પ્રેમ કર. તેના પ્રત્યે ભાઈની ફરજ બજાવ અને તારા ભાઈને સારુ સંતાન નિપજાવ.”

  3. ઓનાને વિચાર્યું કે એ સંતાન તેનું નહિ ગણાય. તેથી, જયારે પણ તે તેના ભાઈની પત્નીની પાસે જતો, ત્યારે તેના ભાઈના નામે સંતાન ન અપાય તે માટે તે પોતાનું વીર્ય તેના ભાભીના અંગમાં જવા દેવાને બદલે બહાર વેડફી દેતો હતો.

  4. તેનું આ કૃત્ય ઈશ્વરની નજરમાં ખરાબ હતું. તેથી ઈશ્વરે તેને પણ મરણાધીન કર્યો.

  5. ¶ યહૂદા તથા તેના દીકરા: એર, ઓનાન, શેલા, પેરેસ તથા ઝેરાહ, પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરણ પામ્યા. પેરેસના દીકરા હેસ્રોન તથા હામૂલ હતા;

  6. ¶ એર તથા ઓનાન યહૂદાના દીકરા હતા, પણ આ માણસો કનાન દેશમાં મૃત્યુ પામ્યા હતા.

  7. ¶ યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.