Skip to content

Obedience વિશે બાઇબલની કલમો: General references

135 કલમો · 2 પાસાં

General references વિશે કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. મેં તેને પસંદ કર્યો છે તેથી તે તેના દીકરાઓને તથા તેના પછી થનાર તેના પરિવારને એવું સૂચન કરશે કે, તેઓ ન્યાયી થવા તથા ન્યાય કરવાને યહોવાહનો માર્ગ અપનાવે, તે માટે કે ઇબ્રાહિમ સંબંધી મેં જે કહ્યું છે, તે તેઓ પાળે.”

  2. તેથી હવે જો તમે મારા કહ્યા પ્રમાણે કરશો અને મારા કરારને પાળશો, તો સર્વ પ્રજાઓમાં માત્ર તમે જ ખાસ પ્રજા થશો. સમગ્ર પૃથ્વી મારી છે. તેમાં હું તમને જ મારા ખાસ લોકો તરીકે પસંદ કરું છું.

  3. પરંતુ મારા પર પ્રેમ રાખનાર અને મારી આજ્ઞાનું પાલન કરનારની હજારો પેઢી પર હું દયાભાવ દર્શાવીશ.

  4. ¶ પછી તેણે કરારનું પુસ્તક લીધું અને બધા લોકોને મોટેથી વાંચી સંભળાવ્યું એટલે તેઓ બોલી ઊઠયા, “યહોવાહે જે જે કહ્યું છે તે બધું અમે માથે ચઢાવીશું અને તે પ્રમાણે કરીશું.”

  5. યહોવાહની આજ્ઞા અનુસાર તેઓ છાવણી કરતા અને તેમની જ આજ્ઞા મુજબ તેઓ ચાલતા મૂસા દ્વારા તેઓને અપાયેલી આજ્ઞા મુજબ તેઓ યહોવાહને સોંપેલી સેવા કરતા.

  6. સિવાય મારો સેવક કાલેબ કેમ કે તેને જુદો આત્મા હતો. અને તે મારા માર્ગમાં સંપૂર્ણપણે ચાલ્યો છે. તે માટે જે દેશમાં એ ગયો છે તે દેશમાં હું તેને લઈ જઈશ અને તેના સંતાન તેનું વતન પ્રાપ્ત કરશે.

  7. અને જે લોકો મારા પર પ્રેમ રાખે છે અને મારી આજ્ઞાઓ પાળે છે, તેઓની હજારો પેઢી સુધી મારા કરાર અનુસાર તેઓના પર દયા દર્શાવનાર છું.

  8. ¶ પછી યહૂદાનું કુળ યહોશુઆ પાસે ગિલ્ગાલમાં આવ્યું. કનિઝી યફૂન્નેના દીકરા, કાલેબે તેને કહ્યું, “કાદેશ બાર્નેઆમાં ઈશ્વરભક્ત મૂસાએ તારા અને મારા વિષે જે કહ્યું હતું તે તું જાણે છે.

  9. જયારે યહોવાહનાં સેવક મૂસાએ દેશની જાસૂસી કરવા માટે કાદેશ બાર્નેઆથી મને મોકલ્યો ત્યારે હું ચાળીસ વર્ષનો હતો. મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું મૂસાની પાસે અહેવાલ લઈને પાછો આવ્યો હતો.

  10. ¶ પણ મારા ભાઈઓ જેઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોનાં હૃદય બીકથી ગભરાવી નાખ્યાં. પણ હું તો સંપૂર્ણરીતે યહોવાહ મારા પ્રભુને અનુસર્યો.

  11. મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે, ‘નિશ્ચે જે ભૂમિ પર તારા પગ ફર્યા છે તે તારાં અને તારાં સંતાનોને માટે સદાકાળનો વારસો થશે, કેમ કે તું સંપૂર્ણરીતે મારા પ્રભુ યહોવાહને અનુસર્યો છે.

  12. ¶ હવે, જો! યહોવાહ મને તેના કહ્યા પ્રમાણે આ પિસ્તાળીસ વર્ષ પર્યંત જીવતો રાખ્યો છે, એટલે ઇઝરાયલ અરણ્યમાં ચાલતા હતા, તે સમયે યહોવાહ આ વચન મૂસાને કહ્યું હતું ત્યારથી. અને આજ હું પંચ્યાસી વર્ષનો થયો છું.

  13. મૂસાએ જે દિવસે મને બહાર મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ મજબૂત છું. ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ આજે યુદ્ધ કરવા માટે અને જવા આવવાને માટે મારામાં છે.

  14. ¶ તેથી હવે આ પર્વતીય પ્રદેશ કે જે વિષે યહોવાહ તે દિવસે મને વચન આપ્યુ હતું, તે મને આપ. કેમ કે તે દિવસે તેં સાંભળ્યું કે ત્યાં અનાકી અને તેમના મોટાં કોટવાળાં નગરો છે. યહોવાહ મારી સાથે હશે અને યહોવાહના કહ્યા પ્રમાણે હું તેઓને અહીંથી દૂર કાઢી મૂકીશ.”

  15. ¶ પછી યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેણે યફૂન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વારસા તરીકે આપ્યું.

  16. એ માટે આજ સુધી કનિઝી યફૂન્નેના દીકરા કાલેબનો વારસો હેબ્રોન છે. કેમ કે તે ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સંપૂર્ણરીતે અનુસર્યો હતો.

  17. તેણે તેઓને કહ્યું, “યહોવાહનાં સેવક મૂસાએ જે આજ્ઞા તમને આપી હતી, તે સર્વ તમે પાળી છે; જે સર્વ આજ્ઞા મેં તમને આપી, તે તમે પાળી છે.

  18. ¶ લોકોએ યહોશુઆને કહ્યું, “આપણા પ્રભુ યહોવાહની જ સેવા અમે કરીશું. તેમની જ વાણી અમે સાંભળીશું.”

  19. જો તું તારા પિતા દાઉદની જેમ મારા વિધિઓ તથા મારી આજ્ઞાઓ પાળીને મારા માર્ગે ચાલશે, તો હું તને લાંબુ આયુષ્ય આપીશ.”

  20. ¶ તે યહોવાહને વળગી રહ્યો. તેમનું અનુકરણ કરવાનું તેણે છોડ્યું નહિ પણ યહોવાહની આજ્ઞાઓ જે તેમણે મૂસાને આપી હતી તે તેણે પાળી.

  21. જે બધી આજ્ઞા મેં ઇઝરાયલીઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.

  22. મેં કહ્યું, “હે યહોવાહ આકાશના ઈશ્વર, મહાન અને ભયાવહ ઈશ્વર, જેઓ તમારા પર પ્રેમ રાખે છે અને તમારી આજ્ઞા પાળે છે તેઓની સાથે કરેલો કરાર તમે દયાથી પાળો છો.

  23. યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.

  24. જ્યારે તેઓએ મારે વિષે સાંભળ્યું, ત્યારે તેઓ મારે આધીન થયા; વિદેશીઓ મારે શરણે આવ્યા.

  25. જેઓ તેમનો કરાર તથા તેમના સાક્ષ્યો પાળે છે, તેઓને માટે યહોવાહના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે.