મુખ્ય સામગ્રી પર જાઓ

National Sins વિશે બાઇબલની કલમો: Punishment for

7 કલમો · 34 પાસાં

"National Sins" શોધો

Punishment for વિશે કલમો

  1. કેમ કે યરુશાલેમની પાયમાલી અને યહૂદાની પડતી થઈ છે, કારણ કે તેઓની વાણી અને કરણીએ યહોવાહની વિરુદ્ધ તેમના રાજ અધિકારની અવગણના કરી છે.

  2. પરંતુ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીશ. અને તેનો નાશ કરીશ. એમ યહોવાહ કહે છે.”

  3. ¶ અને સિત્તેર વર્ષ પૂરાં થાય કે તરત જ હું બાબિલના રાજા તથા તેના લોકોને ખાલદીઓના દેશને તેનાં પાપોને લીધે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “તેમની ભૂમિ હંમેશને માટે ઉજ્જડ થશે.

  4. તેથી હું પરદેશીઓને, દુષ્ટ પ્રજાઓને તારી વિરુદ્ધ લાવીશ. તેઓ તારા ડહાપણની શોભા વિરુદ્ધ તલવાર ખેંચશે, તેઓ તારા વૈભવને અપવિત્ર કરશે.

  5. ¶ તેઓ તને ખાડામાં નાખશે, સમુદ્રમાં કતલ થયેલાઓના જેમ મોત પામશે.

  6. ત્યારે પણ શું તું તને મારી નાખનારને એમ કહીશ કે, “હું ઈશ્વર છું?” પણ તને વધ કરનારાઓનાં હાથમાં તું તો માણસ છે, ઈશ્વર નથી.

  7. તું બેસુન્નતીઓની જેમ પરદેશીઓના હાથે મૃત્યુ પામશે. કેમ કે પ્રભુ યહોવાહ કહે છે!.’ હું તે બોલ્યો છું.”