મુખ્ય સામગ્રી પર જાઓ

National Sins વિશે બાઇબલની કલમો: National worship rejected on account of

13 કલમો · 34 પાસાં

National worship rejected on account of વિશે કલમો

  1. હે સદોમના રાજકર્તાઓ, તમે યહોવાહની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ પ્રત્યે કાન દો:

  2. યહોવાહ કહે છે, “મારી આગળ તમે અસંખ્ય યજ્ઞો કરો છો તે મારે શા કામના?” “હું ઘેટાના દહનીયાર્પણથી તથા પુષ્ટ જાનવરોના મેદથી ધરાઈ ગયો છું; અને બળદો, હલવાન, તથા બકરાનું રક્ત મને પ્રસન્ન કરતું નથી.

  3. જયારે તમે મારી સંમુખ આવો છો, ત્યારે મારાં આંગણાં તમે પગ નીચે કચડો છો, એમ કરવાનું કોણે તમારી પાસે માગ્યું છે?

  4. તમારા વ્યર્થ અર્પણો લાવશો નહિ; ધૂપ તો મને ધિક્કારપાત્ર લાગે છે; ચંદ્રદર્શન તથા વિશ્રામવારની સભાઓ! હું આ દુષ્ટ સભાઓ સહન કરી શકતો નથી.

  5. તમારા ચંદ્રદર્શનને અને તમારાં પર્વોને મારો આત્મા ધિક્કારે છે; તેઓ મને બોજારૂપ છે; હું તે સહન કરીને થાકી ગયો છું.

  6. હે પૃથ્વીના લોકો, સાંભળો જુઓ, આ લોકો પર હું વિપત્તિ એટલે એમના કાવાદાવાનું ફળ લાવીશ. તેઓએ મારાં વચનોનો સ્વીકાર કર્યો નથી. તેઓએ મારાં નિયમશાસ્ત્રનો ત્યાગ કર્યો છે.

  7. શેબાથી લોબાન તથા દૂર દેશથી અગરુ મારી પાસે શા માટે લાવો છો? હું તમારા દહનીયાર્પણને માન્ય કરીશ નહિ. અને તમારાં બલિદાનોથી હું પ્રસન્ન થતો નથી.

  8. તમે ચોરી કરો છો, ખૂન કરો છો અને વ્યભિચાર કરો છો, ખોટા સમ ખાઓ છો તથા બઆલની આગળ ધૂપ બાળીને અન્ય દેવો જેને તમે ઓળખતા નથી તેમની પાછળ ચાલો છો,

  9. તો આ ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેમાં તમે પેસશો અને પછી અહીં આવી મારી સમક્ષ ઊભા રહીને કહેશો કે, ‘અમે બચી ગયેલા છીએ,” તો શું આ બધા ધિક્કારપાત્ર કાર્યો કરી શકો?

  10. શું તમારી દૃષ્ટિમાં આ મારું ભક્તિસ્થાન જે મારા નામથી ઓળખાય છે તે લૂંટારુઓની ગુફા થઈ ગઈ છે? જુઓ! મેં જાતે આ બધું જોયું છે એમ યહોવાહ કહે છે.

  11. ¶ તેથી મારું સ્થાન જ્યાં શીલોમાં હતું જ્યાં મેં મારું પ્રથમ નામ રાખ્યું હતું ત્યાં જાઓ. મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને કારણે મેં તેના જે હાલ કર્યા છે તે જુઓ.!

  12. તેથી હવે, યહોવાહ કહે છે, તમે આ સર્વ દુષ્ટતા કરી છે મેં તમને વારંવાર ચેતવ્યા, પણ તમે સાભળ્યું નહિ, મેં તમને બોલાવ્યા છતાં તમે મને પ્રત્યુત્તર આપ્યો નહિ.

  13. તેથી તમે આ સભાસ્થાન જે મારા નામથી ઓળખાય છે તેના પર ભરોસો રાખો છો, પણ મેં જે સ્થાન તમને તથા તમારા પિતૃઓને આપ્યું, તેના હાલ શીલોના જેવા કર્યા તેવા કરીશ.