મુખ્ય સામગ્રી પર જાઓ

Miracles Through Evil Agents વિશે બાઇબલની કલમો: Witch of Endor

8 કલમો · 10 પાસાં

"Miracles Through Evil Agents" શોધો

Witch of Endor વિશે કલમો

  1. તેથી શાઉલે પોતાના ચાકરોને કહ્યું, “મૃતક સાથે વાત કરી શકે તેવી સ્ત્રીને મારે સારુ શોધી લાવો. મારે તેની સલાહ લેવી છે.” તેના ચાકરોએ તેને કહ્યું,” એક સ્ત્રી એન-દોરમાં છે. જે મૃતક સાથે વાત કરી શકે છે.”

  2. ¶ શાઉલે વેષ બદલવા માટે જુદાં વસ્ત્રો પહેર્યા. અને તે તથા તેની સાથે બે માણસો રાત્રે તે સ્ત્રીની પાસે ગયા. તેણે તેને કહ્યું, “કૃપા કરી, તારી મંત્ર વિધા વડે મૃતકની મદદથી મારે માટે ભવિષ્ય જો અને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”

  3. તે સ્ત્રીએ તેને કહ્યું કે, “જો, શાઉલે શું કર્યું છે તે તું જાણે છે કે તેણે મૃતક સાથે વાત કરનારા તથા જાદુગરોને દેશમાંથી નાબૂદ કર્યા છે. તો તું મારા જીવને જોખમમાં કેમ પાડે છે? શું મને મારી નાખવા?”

  4. શાઉલે તેની આગળ ઈશ્વરના સોગન ખાઈને કહ્યું, “આ કૃત્યને લીધે તારે કશું અહિત થશે નહિ.”

  5. ¶ ત્યારે તે સ્ત્રીએ કહ્યું, “હું કોને તારી પાસે ઊઠાડી લાવું?” શાઉલે કહ્યું, “મારી પાસે શમુએલને બોલાવી લાવ.”

  6. જયારે તે સ્ત્રીએ શમુએલને જોયો ત્યારે તેણે મોટી બૂમ પાડી. અને શાઉલને કહ્યું, “તેં મને કેમ છેતરી છે? તું તો શાઉલ છે.”

  7. ¶ રાજાએ તેને કહ્યું, “બીશ નહિ. તું શું જુએ છે?” તે સ્ત્રીએ શાઉલને કહ્યું, “હું એક દેવને ભૂમિમાંથી ઉપર આવતો જોઉં છું.”

  8. તેણે સ્ત્રીને કહ્યું, “તે કેવો દેખાય છે?’ સ્ત્રીએ જવાબ આપ્યો, ‘એક વૃદ્ધ પુરુષ ઉપર આવે છે; તેણે ઝભ્ભો પહેરેલો છે.” શાઉલે સમજી ગયો કે તે શમુએલ છે, તેણે પોતાનું માથું ભૂમિ સુધી નમાવીને પ્રણામ કર્યા.