Skip to content

Leviathan વિશે બાઇબલની કલમો

34 કલમો · 8 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

  1. જો તેને કોઈ તલવારથી મારે, તો પણ તેને કંઈ થતું નથી, અને ભાલો, બાણ અથવા તો અણીદાર શસ્ત્ર પણ તેને કંઈ કરી શકતાં નથી.

  2. તેની આગળ લોખંડ ઘાસ જેવું, અને કાંસુ સડી ગયેલા લાકડા જેવું છે.

  3. બાણ પણ તેને નસાડી શકતું નથી; પથ્થરો તો તેની નજરમાં ખૂંપરા બની જાય છે.

  4. લાકડાની ડાંગો જાણે તેને સળીના ટુકડા હોય તેમ લાગે છે; અને તેની ઉપર ફેંકેલા ભાલાને તે હસી કાઢે છે.

  5. તેના પેટની ચામડી ઠીકરા જેવી તીક્ષ્ણ છે; અને તેના ચાલવાથી કાદવમાં ચાસ જેવાં નિશાન પડે છે.

  6. અને તે ઊંડાણને ઊકળતા પાણીના ઘડાની માફક હલાવે છે; તે સમુદ્રને તેલની માફક જાણે પરપોટા થતા હોય તેમ ઊડાવે છે.

  7. તે તેની પાછળ ચમકતો માર્ગ બનાવે છે; કોઈ સમજે છે કે ઊંડાણ સફેદ છે.

  8. પૃથ્વી પર તેના જેવું બીજું કોઈ પ્રાણી નથી, તે નિર્ભયપણે જીવવાને સૃજાયેલું છે.

  9. “તે સર્વ ઊંચી વસ્તુઓને જુએ છે; તે સર્વ ગર્વિષ્ઠોનો રાજા છે.”