Skip to content

Defilement વિશે બાઇબલની કલમો

37 કલમો · 43 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. સર્પટિયાંનો કે મનાઈ કરેલી વસ્તુઓનો સ્પર્શ કરે અથવા કોઈ કારણસર અશુદ્ધ થયેલી વ્યક્તિને અડકે;

  2. તો યાજક જે કંઈ અશુદ્ધ અડકે તો તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને તે સ્નાન કરીને શુદ્ધ ન થાય ત્યાં સુધી તેણે પવિત્ર અર્પણમાંથી કશું ખાવું નહિ.

  3. ¶ સૂર્યાસ્ત થયા પછી તે શુદ્ધ ગણાય અને ત્યારે તે પવિત્ર ખોરાક ખાઈ શકે, કારણ તે તેનો ખોરાક છે.

  4. ¶ ત્યારબાદ તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. પછી છાવણીમાં આવે, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.

  5. જેણે વાછરડીનું દહન કર્યું હોય તે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને પાણીમાં સ્નાન કરે. તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય.

  6. ¶ જે શુદ્ધ હોય તેવી વ્યક્તિ વાછરડીની રાખ ભેગી કરે, છાવણીની બહાર સ્વચ્છ જગ્યાએ તેની ઢગલી કરે. ઇઝરાયલ લોકોના સમુદાય માટે આ રાખને રાખી મૂકવી. પાપથી શુદ્ધ થવા માટે આ રાખનું તેઓ પાણીમાં મિશ્રણ કરે, તે પાપાર્થાપર્ણ છે.

  7. જે કોઈએ વાછરડીની રાખ ભેગી કરી હોય તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. ઇઝરાયલના લોકો માટે અને તેઓની સાથે રહેતા પરદેશીઓ માટે તે હંમેશનો નિયમ થાય.

  8. ¶ તેઓ માણસના મૃતદેહની પાસે જઈને પોતાને અશુદ્ધ કરે નહિ, તેમ જ તેઓના પિતા, માતા, દીકરા, દીકરી, ભાઈ કે બહેન પણ તે માણસ સાથે સૂઈ ગયા ના હોય, નહિ તો તેઓ અશુદ્ધ થશે.

  9. યાજક શુદ્ધ થયા પછી લોકો તેને માટે સાત દિવસ ગણે.

  10. ¶ જો તમે ખ્રિસ્તની સાથે જગતના સિદ્ધાંતો સંબંધી મૃત્યુ પામ્યા, તો જગતમાં જીવનારાંની માફક શા માટે વિધિઓને આધીન થાઓ છો?

  11. ‘જેમ કે અમુકને સ્પર્શ કરવો નહિ, ચાખવું નહિ અને હાથમાં લેવું નહિ.’”

  12. એ બધી બાબતો માણસોની આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે વપરાશથી જ નાશ પામનારી છે.