મુખ્ય સામગ્રી પર જાઓ

Children વિશે બાઇબલની કલમો: Blessed by Jesus

9 કલમો · 102 પાસાં

"Children" શોધો

Blessed by Jesus વિશે કલમો

  1. ¶ ત્યાર પછી તેઓ બાળકોને તેમની પાસે લાવ્યા, એ માટે કે તે તેઓ પર હાથ મૂકીને પ્રાર્થના કરે; પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.

  2. પણ ઈસુએ કહ્યું કે, “બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકો નહિ, કેમ કે સ્વર્ગનું રાજ્ય એવાઓનું છે.”

  3. તેઓ પર હાથ મૂક્યા પછી તે ત્યાંથી ગયા.

  4. ¶ પછી તેઓ ઈસુ પાસે બાળકોને લાવ્યા કે તે તેઓને અડકે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.

  5. ઈસુ તે જોઈને નાખુશ થયા અને તેમણે તેઓને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, તેઓને રોકશો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.’”

  6. હું તમને નિશ્ચે કહું છું કે, ‘જે કોઈ બાળકની માફક ઈશ્વરનું રાજ્ય સ્વીકારશે નહિ, તે તેમાં પ્રવેશ કરશે જ નહિ.’”

  7. ઈસુએ તેઓને બાથમાં લીધાં, અને તેઓ પર હાથ મૂકીને તેઓને આશીર્વાદ આપ્યો.

  8. ¶ તેઓ ઈસુ પાસે પોતાનાં બાળકો પણ લાવ્યા, એ સારુ કે તે તેઓને આશીર્વાદ આપે. પણ શિષ્યોએ તેઓને ધમકાવ્યાં.

  9. તેથી ઈસુએ તેઓને બોલાવીને કહ્યું કે, ‘બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને અટકાવો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાઓનું જ છે.