મુખ્ય સામગ્રી પર જાઓ

Altar વિશે બાઇબલની કલમો: Mosaic commandments prescribing the construction of

9 કલમો · 11 પાસાં

Mosaic commandments prescribing the construction of વિશે કલમો

  1. ¶ “મારા માટે તમે લોકો એક માટીની વેદી બનાવજો, અને તેના પર તમારાં ઘેટાંબકરાં અને અન્ય જાનવરોમાંથી મને દહનીયાર્પણ અને શાંત્યર્પણ ચઢાવજો. જે સર્વ જગાએ હું મારું નામ સ્થાપીશ, ત્યાં હું તમારી પાસે આવીશ અને તમને આશીર્વાદ આપીશ.

  2. જો તમે મારા માટે પથ્થરની વેદી બાંધો, તો ઘડેલા પથ્થરની નહિ પણ અસલ પથ્થરની બાંધશો. કારણ કે તમે જો તેના પર કોઈ પણ ઓજાર વાપરો તો તે અશુદ્ધ બની જાય.

  3. તેમ જ તમારે પગથિયાં પર થઈને મારી વેદી ઉપર ચઢવું નહિ, રખેને તમે ઉઘાડા દેખાઓ.”

  4. ત્યાં તમારે યહોવાહ તમારા ઈશ્વરના નામે પથ્થરની વેદી બાંધવી, પણ તમે તે પથ્થર પર લોખંડનું હથિયાર વાપરશો નહિ.

  5. ¶ તમારે યહોવાહ તમારા ઈશ્વર માટે વેદી બાંધવા સારુ અસલ પથ્થરોનો ઉપયોગ કરવો, તેના ઉપર યહોવાહ તમારા ઈશ્વર માટે દહનીયાર્પણ ચઢાવવાં.

  6. તમારે શાંત્યર્પણો ચઢાવીને ત્યાં ખાવું; તમારે યહોવાહ તમારા ઈશ્વરની સમક્ષ આનંદ કરવો.

  7. ¶ ત્યારે યહોશુઆએ એબાલ પર્વત ઉપર ઇઝરાયલના પ્રભુ, યહોવાહને સારુ વેદી બાંધી,

  8. જેમ યહોવાહનાં સેવક મૂસાએ ઇઝરાયલના લોકોને આજ્ઞા આપી, જેમ મૂસાના નિયમશાસ્ત્ર લખેલું છે તે પ્રમાણે, “તે પથ્થરથી કોતરેલી નહિ એવી અને જેના પર કોઈએ કદી લોખંડનું સાધન ચલાવ્યું ના હોય એવી વેદી હતી.” અને તેના પર તેણે યહોવાહને સારુ દહનીયાર્પણ અને શાંત્યર્પણના યજ્ઞ કર્યા.

  9. ¶ વેદીનું માપ હાથ મુજબ નીચે પ્રમાણે છે: એક હાથ અને ચાર આંગળાનો સમજવો; વેદીના પાયાની ચારેબાજુ એક હાથ ઊંડી અને એક હાથ પહોળી નીક હતી. તેની ચારેબાજુની કિનારી પર એક વેંત પહોળી કોર હતી.