મુખ્ય સામગ્રી પર જાઓ

Altar વિશે બાઇબલની કલમો: Pattern of

5 કલમો · 11 પાસાં

"Altar" શોધો

Pattern of વિશે કલમો

  1. ¶ ધૂપ બાળવા માટે તારે બાવળના લાકડાની એક વેદી બનાવવી.

  2. આ વેદી એક હાથ લાંબી, એક હાથ પહોળી અને બે હાથ ઊંચી હોય. તેનાં લાકડામાંથી જ કોતરીને તેના શિંગ બનાવવાં. શિંગ જુદાં બનાવીને વેદી પર જોડવાં નહિ. તે શિંગ વેદી સાથે સળંગ હોય.

  3. ¶ વેદીનો ઉપરનો ભાગ, બાજુઓ અને શિંગ શુદ્ધ સોનાથી મઢી લેવાં અને આખી વેદીની ચારે બાજુ સોનાની કિનારી બનાવવી.

  4. એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં.

  5. ¶ એ બે દાંડા બાવળના લાકડાના બનાવવા અને સોનાથી મઢાવવા.