મુખ્ય સામગ્રી પર જાઓ

circa 1446 BC

Sinai & The Law

God meets Israel at Mount Sinai, reveals the Ten Commandments, and establishes the Tabernacle and the priestly covenant.

1,657 કલમો · 2 પુસ્તકો આવરી લેવાયાં

પુસ્તક પ્રમાણે ગાળો
  1. લેવીય ૧૯:૧૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમારે તમારા હૃદયમાં તમારા ભાઈનો દ્વેષ ન કરવો. તમારા પડોશીને પ્રામાણિકપણે ઠપકો આપ અને તેને કારણે પાપને ચલાવી ન લો.

  2. લેવીય ૧૯:૧૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ કોઈના પર વૈર વાળીને બદલો લેવાની ભાવના રાખવી નહિ, પરંતુ જેમ તમે પોતાના પર પ્રેમ રાખો છો તેમ પડોશીઓ પર પણ પ્રેમ રાખવો. હું યહોવાહ છું.

  3. લેવીય ૧૯:૧૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મારા નિયમો પાળજો. તમારા પશુઓને જુદી જાતના પશુ સાથે ગર્ભાધાન કરાવશો નહિ. તમારા ખેતરમાં એક સાથે બે જાતના બી વાવશો નહિ. તેમ જ જુદી જુદી બે જાતના તારનુ વણેલુ કાપડ પણ પહેરશો નહિ.

  4. લેવીય ૧૯:૨૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ અને કોઈ સ્ત્રી દાસી હોય અને કોઈ પુરુષની સાથે તેનું લગ્ન થયું હોય અને કોઈએ તેને સ્વતંત્ર કરી જ ના હોય અથવા તો સ્વતંત્ર થઈ જ ના હોય તેની સાથે જે કોઈ શારીરિક સંબંધ રાખે તેઓને સજા કરવી, જો કે તેઓને મૃત્યુદંડ કરવો નહિ કેમ કે તે સ્ત્રી સ્વતંત્ર ન હતી.

  5. લેવીય ૧૯:૨૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તે વ્યક્તિએ દોષાર્થાર્પણ માટે મુલાકાતમંડપના દ્વાર આગળ યહોવાહ સમક્ષ ઘેટો લઈને આવવું.

  6. લેવીય ૧૯:૨૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પછી તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજકે તે વ્યક્તિના દોષાર્થાર્પણ માટે તે ઘેટા વડે યહોવાહ સમક્ષ પ્રાયશ્ચિત કરવું, એટલે તેને માફ કરવામાં આવશે.

  7. લેવીય ૧૯:૨૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ કનાન દેશમાં તમે જ્યારે પ્રવેશ કરો અને કોઈ પણ ફળનું વૃક્ષ રોપો તો તેઓનાં ફળને ત્રણ વર્ષ સુધી તમારે અનુચિત ગણવા. તેમને ખાવા નહિ.

  8. લેવીય ૧૯:૨૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પરંતુ ચોથે વર્ષે તેના બધા જ ફળ પવિત્ર ગણાશે અને તેને યહોવાહનું સ્તવન કરવા માટે અર્પણ કરી દેવા.

  9. લેવીય ૧૯:૨૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    પાંચમે વર્ષે તમે તેનાં ફળ ખાઈ શકો છો. એમ કરવાથી તે તમને વધારે ફળ આપશે. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

  10. લેવીય ૧૯:૨૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમારે રક્તવાળું માંસ ખાવું નહિ. ભવિષ્ય જોવા માટે તાંત્રિક પાસે જવું નહિ તેમ જ દૈવી શક્તિઓનો ઉપયોગ કરવો નહિ.

  11. લેવીય ૧૯:૨૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમારા માથાની બાજુના વાળ મૂર્તિપૂજકોની જેમ કાપો નહિ કે તમારી દાઢીના ખૂણા કાપવા નહિ.

  12. લેવીય ૧૯:૨૮આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ મૃત્યુ પામેલાઓના લીધે તમારા શરીર પર ઘા કરવા નહિ તથા તમારા શરીર પર છાપ મરાવવી નહિ, હું યહોવાહ છું.

  13. લેવીય ૧૯:૨૯આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તારી પુત્રીને ગણિકા બનાવીને ભ્રષ્ટ કરવી નહિ; રખેને દેશ વેશ્યાવૃતિમાં પડે અને આખો દેશ દુષ્ટતાથી ભરપૂર થાય.

  14. લેવીય ૧૯:૩૦આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમે મારા વિશ્રામવારો પાળજો અને મારા મુલાકાતમંડપના પવિત્રસ્થાનનું માન જાળવજો. હું યહોવાહ છું.

  15. લેવીય ૧૯:૩૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ ભૂવા કે જાદુગરો પાસે જઈને તેમને પ્રશ્નો પૂછીને તેમની સલાહ લઈને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ, કારણ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું.

  16. લેવીય ૧૯:૩૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તું પળિયાવાળા માણસની સમક્ષ ઊભો રહે, વડીલોનું સન્માન કર અને ઈશ્વરનું ભય રાખ. હું તમારો ઈશ્વર યહોવાહ છું.

  17. લેવીય ૧૯:૩૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ જો કોઈ પરદેશી તમારા દેશમાં તમારી મધ્યે આવે, ત્યારે તમારે તેનું ખોટું કરવું નહિ.

  18. લેવીય ૧૯:૩૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમારી સાથે રહેતા પરદેશીને ઇઝરાયલમાં જન્મેલા વતની જેવો જ ગણવો. અને તમારા જેવો જ પ્રેમ તેને કરવો કેમ કે તમે પણ મિસર દેશમાં પરદેશી હતા. હું યહોવાહ તમારો ઈશ્વર છું.

  19. લેવીય ૧૯:૩૫આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ તમે ન્યાય કરો ત્યારે લંબાઈના માપમાં અને વજનના માપમાં ખોટા માપનો ઉપયોગ કરવો નહિ.

  20. લેવીય ૧૯:૩૬આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમારે અદલ ત્રાજવાં, અદલ માપ, અદલ એફાહ અને અદલ હિનનો ઉપયોગ કરવો. હું તમને મિસર દેશમાંથી બહાર લઈ આવનાર તમારો ઈશ્વર યહોવાહ છું.

  21. લેવીય ૧૯:૩૭આશરે ઈ.પૂ. ૧૪૯૦

    તમારે મારા બધા જ નિયમો, આજ્ઞાઓ અને વિધિઓનું પાલન કરવું. તેને અમલમાં લાવવા. હું યહોવાહ છું.’”

  22. લેવીય ૨૦:૧આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ યહોવાહે મૂસાને કહ્યું,

  23. લેવીય ૨૦:૨આશરે ઈ.પૂ. ૧૪૯૦

    “તું ઇઝરાયલના લોકોને કહે કે, ‘જો કોઈ ઇઝરાયલી કે તેઓની મધ્યે રહેતો પરદેશી પોતાના કોઈપણ બાળકને મોલેખને ચઢાવે તો તેને મૃત્યુદંડ કરવો. દેશના લોકો તેને પથ્થરે મારે.

  24. લેવીય ૨૦:૩આશરે ઈ.પૂ. ૧૪૯૦

    ¶ હું પોતે પણ તે માણસની વિરુદ્ધ મારું મુખ કરીશ અને તેના લોકોમાંથી તેને અલગ કરીશ, કારણ તેણે મોલેખને પોતાનું બાળક ચઢાવીને મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કર્યુ છે અને મારા પવિત્ર નામને ભ્રષ્ટ કર્યુ છે.

  25. લેવીય ૨૦:૪આશરે ઈ.પૂ. ૧૪૯૦

    જો કોઈ માણસ પોતાનું બાળક મોલેખને ચઢાવે અને તે દેશના લોકો જો આંખ આડા કાન કરે અને તેને મૃત્યુદંડ આપવાની ના પાડે,