મુખ્ય સામગ્રી પર જાઓ

Jesus

3,872 કલમો · 6 કુટુંબના સભ્યો

આ નામે પણ ઓળખાય છે: Jesus Christ, Immanuel, Emmanuel, Christ

Jesus નો ઉલ્લેખ કરતી કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. પણ જે પાણી હું આપીશ, તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહિ. પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે ઝરો અનંતજીવન સુધી વહ્યા કરશે.’”

  2. ¶ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘પ્રભુ, તે પાણી મને આપો કે, મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે.’”

  3. ઈસુએ તેને કહ્યું કે, ‘જા, તારા પતિને અહીં બોલાવી લાવ.’”

  4. ¶ સ્ત્રીએ ઈસુને કહ્યું કે, ‘મારે પતિ નથી.’”

  5. ¶ સ્ત્રીએ કહ્યું કે. ‘પ્રભુ, તમે પ્રબોધક છો એમ મને માલૂમ પડે છે.

  6. ¶ ઈસુએ તેને કહ્યું કે, ‘સ્ત્રી, મારું માન; એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરુશાલેમમાં પણ પિતાનું ભજન કરી શકશો નહિ.

  7. ઈશ્વર આત્મા છે અને જેઓ તેમને ભજે છે, તેઓએ આત્માથી તથા સચ્ચાઈથી તેમનું ભજન કરવું જોઈએ.’”

  8. ¶ સ્ત્રીએ તેમને કહ્યું કે ‘મસીહ જે ખ્રિસ્ત કહેવાય છે તે આવે છે, એ હું જાણું છું; તે આવશે ત્યારે તે આપણને બધું કહી બતાવશે.’”

  9. ઈસુએ કહ્યું કે, ‘તારી સાથે જે બોલે છે તે હું છું.’”

  10. ¶ એટલામાં તેમના શિષ્યો આવ્યા; અને ઈસુ જે સ્ત્રી સાથે વાત કરતા હતા તે જોઈને આશ્ચર્ય પામ્યા; પણ કોઈએ ઈસુને કંઈ કહ્યું નહિ કે, ‘તમે શું ચાહો છો અથવા તે સ્ત્રી સાથે કેમ વાત કરો છો.’”

  11. ‘આવો, મેં જે કર્યું હતું તે બધું જેમણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ; તે જ ખ્રિસ્ત છે કે શું?’”

  12. ત્યારે તેઓ શહેરમાંથી બહાર આવીને તેમની પાસે આવવા લાગ્યા.

  13. ¶ તેટલાંમાં શિષ્યોએ તેમને વિનંતી કરી કે, ‘ગુરુજી, ભોજન કરો.’”

  14. પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘મારી પાસે ખાવા માટે ભોજન છે કે જેનાં વિષે તમે જાણતા નથી.’”

  15. શિષ્યોએ અંદરોઅંદર કહ્યું કે, ‘એમને માટે શું કોઈ કંઈ જમવાનું લાવ્યો હશે?’”

  16. ¶ ઈસુએ તેઓને કહ્યું કે, “જેમણે મને મોકલ્યો છે, તેમની ઇચ્છા અને તેમનું કામ પૂર્ણ કરવું, તે જ મારો ખોરાક છે.”

  17. તમે શું નથી કહેતાં કે, ‘ચાર મહિના પછી ફસલ પાકશે? હું તમને કહું છું કે, ‘તમારી આંખો ઊંચી કરીને ખેતરો તરફ જુઓ કે, તેઓ કાપણીને માટે સફેદ થઈ ચૂક્યાં છે.

  18. જેને માટે તમે મહેનત કરી નથી, તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તમે તેમની મહેનતમાં પ્રવેશ્ય છો.’”

  19. ¶ જે સ્ત્રીએ સાક્ષી આપી કે, ‘મેં જે કર્યું હતું તે બધું તેમણે મને કહી બતાવ્યું,’ તે સ્ત્રીની વાતથી શહેરના ઘણાં સમરૂનીઓએ ઈસુ પર વિશ્વાસ કર્યો.

  20. સમરૂનીઓએ તેમની પાસે આવીને તેમને વિનંતી કરી કે, ‘તમે આવીને અમારી સાથે રહો;’ અને ઈસુ બે દિવસ સુધી ત્યાં રહ્યા.

  21. ¶ તેમના ઉપદેશથી બીજા ઘણાંએ વિશ્વાસ કર્યો;

  22. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે, ‘હવે અમે ફક્ત તારા કહેવાથી વિશ્વાસ કરતા નથી; પણ અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે માનવજગતના ઉદ્ધારક નિશ્ચે તેઓ જ છે.’”

  23. ¶ બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ત્યાંથી ગાલીલમાં ગયા.

  24. કેમ કે ઈસુએ પોતે સાક્ષી આપી કે, ‘પ્રબોધકને પોતાના પિતાના વતનમાં કંઈ માન નથી.’”

  25. જયારે ઈસુ ગાલીલમાં આવ્યા, ત્યારે ગાલીલીઓએ તેમનો આવકાર કર્યો; કેમ કે જે કામ તેમણે યરુશાલેમમાં પર્વની વેળાએ કર્યાં હતાં, તે સર્વ કામ તેઓએ જોયાં હતાં; કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા.