મુખ્ય સામગ્રી પર જાઓ
નીતિવચનો ૨૬:૧૭-૨૨

ઝઘડા અને નિંદાથી દૂર રહેવું

નીતિવચનો ૨૬:૧૭-૨૨
૧૭
જે રસ્તે ચાલતાં પારકાના કજિયાની ખટપટમાં પડે છે તે કૂતરાના કાન પકડનારના જેવો છે.
૧૮
જેઓ બળતાં તીર ફેંકનાર પાગલ માણસ જેવો છે,
૧૯
તેવી જ વ્યક્તિ પોતાના પડોશીને છેતરીને, કહે છે “શું હું ગમ્મત નહોતો કરતો?”
૨૦
બળતણ ન હોવાથી અગ્નિ હોલવાઈ જાય છે. અને તેમ જ ચાડી કરનાર ન હોય, તો ત્યાં કજિયા સમી જાય છે.
૨૧
જેમ અંગારા કોલસાને અને અગ્નિ લાકડાંને સળગાવે છે, તેમ ઝઘડાખોર માણસ કજિયા ઊભા કરે છે.
૨૨
નિંદા કરનાર વ્યક્તિના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા લાગે છે; તે શરીરના અંતરના ભાગમા ઊતરી જાય છે.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options