નિર્ગમન ૧૯:૧૩-૧૯
૧૩
જો કોઈ વ્યક્તિ તેને હાથ અડકાડે, તો તેને પથ્થરે મારવો અથવા તીરથી વીંધી નાખવો. તે પશુ હોય કે માણસ હોય પણ તે બચશે નહિ, જયારે રણશિંગડું લાંબા અવાજે વાગે ત્યારે જ લોકો ઢોળાવ ચઢીને પર્વત પાસે આવે.”
૧૪
¶ આથી મૂસા પર્વત પરથી નીચે ઊતરીને લોકો પાસે ગયો. અને તેણે તેઓને શુદ્ધ કર્યા. અને તેઓએ પોતાનાં વસ્ત્રો ધોઈ નાખ્યાં.
૧૫
પછી મૂસાએ તે લોકોને કહ્યું, “ત્રીજા દિવસને માટે તૈયાર થઈ જજો. ત્યાં સુધી સ્ત્રી સંગ કરશો નહિ.”
૧૬
¶ પછી ત્રીજે દિવસે સવારમાં આકાશમાં મેઘગર્જનાઓ અને વીજળીઓ થવા લાગ્યાં. પર્વત ઉપર કાળું ઘાડું વાદળ છવાઈ ગયું, અને રણશિંગડાનો બહુ મોટો અવાજ થયો, જેથી છાવણીમાં સર્વ લોકો ધ્રૂજી ઊઠયા.
૧૭
એટલે મૂસા યહોવાહને મળવા માટે સર્વ લોકોને છાવણીમાંથી બહાર લાવ્યો; અને તેઓ પર્વતની તળેટીમાં ઊભા રહ્યા.
૧૮
અગ્નિ દ્વારા યહોવાહ સિનાઈ પર્વત પર ઊતર્યા, એટલે આખા પર્વત પર ધુમાડો વ્યાપ્યો. અગ્નિનો એ ધુમાડો ભઠ્ઠીના ધુમાડાની જેમ ઉપર ચઢવા લાગ્યો. અને આખો પર્વત જોરથી કંપવા લાગ્યો.
૧૯
¶ અને પછી જ્યારે રણશિંગડાના અવાજની તીવ્રતા વધવા લાગી ત્યારે મૂસા યહોવાહ સમક્ષ વાત કરવા લાગ્યો અને યહોવાહ ગડગડાટ જેવા અવાજથી તેને જવાબ આપતા હતા.
Settings