Skip to content
2 શમુએલ ૧૩:૧-૧૪

2 શમુએલ ૧૩:૧-૧૪

દાઉદનો દીકરો આમ્નોન તેની સાવકી બહેન તામાર પ્રત્યે મોહિત થયો. તે ખૂબ સુંદર હતી. આબ્શાલોમ તેનો સગો ભાઈ હતો. તે પણ દાઉદનો દીકરો હતો.
આમ્નોન ખુબ હતાશ હતો અને તે પોતાની બહેન તામાર પ્રત્યેના તલસાટને કારણે બીમાર પડ્યો. તે કુંવારી હતી એટલે તેની સાથે કશું ખોટું કરવું તે આમ્નોનને મુશ્કેલ હતું.
આમ્નોનને યોનાદાબ નામે એક મિત્ર હતો તે દાઉદના ભાઈ શિમઆનો દીકરો હતો. યોનાદાબ ઘણો હોશિયાર માણસ હતો.
યોનાદાબે આમ્નોનને કહ્યું કે, “હે રાજકુંવર, તું દરરોજ કેમ દુઃખી રહે છે? શું તું મને નહિ કહે?” તેથી આમ્નોને તેને ઉત્તર આપ્યો, “હું મારા ભાઈ આબ્શાલોમની બહેન તામારના પ્રેમમાં પડ્યો છું.”
પછી યોનાદાબે તેને કહ્યું કે, તું તારા “પલંગ ઉપર સૂઈ રહે અને બીમાર હોવાનો ઢોંગ કર. જયારે તારા પિતા તને જોવા આવે, ત્યારે તેને કહેજે કે, ‘કૃપા કરીને શું તમે મારી બહેન તામારને મને ખાવાને અન્ન આપવા અને મારા માટે ભોજન બનાવવા સારુ મોકલો, કે જેથી હું તેને જોઈને તેના હાથથી ખાઉં?”
તેથી આમ્નોન સૂઈ ગયો અને બીમાર હોવાનો ઢોંગ કર્યો. રાજા તેની ખબર જોવા આવ્યો, ત્યારે આમ્નોને રાજાને કહ્યું, “કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે તે મારા દેખતાં મારે માટે થોડી રસોઈ બનાવે અને હું તેના હાથે ખાઉં.”
ત્યારે દાઉદે તેના મહેલમાં તામારને સંદેશો કહેવડાવ્યો કે, “હમણાં તારા ભાઈ આમ્નોનને ઘરે જઈને તેને સારુ ખોરાક તૈયાર કર.”
તેથી તામાર પોતાના ભાઈ આમ્નોનને ઘરે ગઈ. ત્યાં તે સૂઈ રહ્યો હતો. તેણે લોટ લઈને તેના દેખતાં રોટલી બનાવી અને શેકી.
પછી તેણે તવામાંથી રોટલી લઈને તેને આપી, પણ આમ્મોને તે ખાવાની ના પાડી. પછી આમ્નોને ત્યાં હાજર રહેલાઓને કહ્યું, “સર્વ માણસોને મારી પાસેથી બહાર મોકલી દો.” તેથી સર્વ તેની પાસેથી બહાર ગયા.
૧૦
પછી આમ્નોને તામારને કહ્યું, “ખોરાક મારા ઓરડામાં લાવ કે હું તારા હાથથી તે ખાઉં.” પછી જે રોટલી તેણે બનાવી હતી તે લઈને તેના ભાઈ આમ્નોનના શયનગૃહમાં આવી.
૧૧
જયારે તે તેની પાસે ખોરાક લાવી, ત્યારે તેણે તેને પકડીને કહ્યું, “મારી બહેન, આવ, મારી સાથે સૂઈ જા.”
૧૨
તામારે તેને ઉત્તર આપ્યો કે, “નહિ, મારા ભાઈ, મારી સાથે બળજબરી કરીશ નહિ, કેમ કે આવું કશું કૃત્ય ઇઝરાયલમાં થવું ન જોઈએ. આવું આઘાતજનક કાર્ય ન કર!
૧૩
હું આ મારા જીવનમાં આબરુહીન થઈને ક્યાં જાઉં? વળી આ કૃત્યને કારણે આખા ઇઝરાયલમાં તું બહુ મોટો મૂર્ખ જેવો બનીશ. મહેરબાની કરીને, હું તને કહું છું કે તું રાજાને કહે. તે તને મારી સાથે લગ્ન કરવાની મંજૂરી આપશે.”
૧૪
પણ આમ્નોને તેનું કહેવું ગણકાર્યું નહિ. તે તેના કરતાં બળવાન હોવાથી, તેણે તેના પર બળાત્કાર ગુજાર્યો.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options