મુખ્ય સામગ્રી પર જાઓ
1 રાજઓ ૫:૧૩-૧૮

મંદિરના મજૂરબળનું આયોજન

1 રાજઓ ૫:૧૩-૧૮
૧૩
સુલેમાન રાજાએ સર્વ ઇઝરાયલમાંથી સખત પરિશ્રમ કરનારું લશ્કર ઊભું કર્યું; તે લશ્કર ત્રીસ હજાર માણસોનું હતું.
૧૪
તે તેઓમાંથી નિયતક્રમ પ્રમાણે દર મહિને દસ હજાર માણસોને લબાનોન મોકલતો હતો. તેઓ એક મહિનો લબાનોનમાં તથા બે મહિના પોતાના ઘરે રહેતા. અદોનીરામ આ લશ્કરનો ઊપરી હતો.
૧૫
સુલેમાન પાસે સિત્તેર હજાર મજૂરો હતા અને પર્વત પર પથ્થર ખોદનારા એંસી હજાર હતા.
૧૬
સુલેમાનની પાસે કામ પર દેખરેખ રાખનારા તથા કામ કરનાર મજુરો પર અધિકાર ચલાવનારા ત્રણ હજાર ત્રણ સો મુખ્ય અધિકારીઓ હતા.
૧૭
રાજાની આજ્ઞા મુજબ ઘડેલા પથ્થરોથી સભાસ્થાનનો પાયો નાખવા માટે તેઓ મોટા તથા મૂલ્યવાન પથ્થરો ખોદી કાઢતાં હતા.
૧૮
તેથી સુલેમાનનું ઘર બાંધનારા, હીરામનું ઘર બાંધનારા તથા ગબાલીઓ આ પથ્થરોને ઘડતા હતા અને ભક્તિસ્થાન બાંધવા માટે લાકડાં તથા પથ્થર તૈયાર કરતા હતા.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options