મુખ્ય સામગ્રી પર જાઓ
1 કરિંથીઓને ૧૪:૨૬-૩૩

જાહેર આરાધનામાં વ્યવસ્થા માટેના નિયમો

1 કરિંથીઓને ૧૪:૨૬-૩૩
૨૬
ભાઈઓ તથા બહેનો જયારે તમે એકઠા થાઓ છો ત્યારે તમારામાંના કોઈ ગીત ગાય છે, કોઈ પ્રકટીકરણ કરે છે, કોઈ અન્ય ભાષા બોલે છે કોઈ તેનો અર્થ સમજાવે છે; આ બધું ઉન્નતિને માટે થવું જોઈએ.
૨૭
જો કોઈ અન્ય ભાષા બોલે, તો બે અથવા વધારેમાં વધારે ત્રણ માણસ વારાફરતી બોલે છે; અને એક જેણે ભાષાંતર કરવું.
૨૮
પણ જો ભાષાંતર કરનાર ન હોય તો વિશ્વાસી સમુદાયમાં તેણે છાના રહેવું અને માત્ર પોતાની તથા ઈશ્વરની સાથે બોલવું.
૨૯
બે કે ત્રણ પ્રબોધકો બોલે, અને બીજાઓ તેની સમીક્ષા કરે.
૩૦
પણ જો સભામાં જેઓ છે તેઓમાંના કોઈને કંઈ પ્રગટ થાય, તો પહેલાએ છાના રહેવું.
૩૧
તમે સર્વ વાર ફરતી પ્રબોધ કરી શકો છો, કે સર્વ લોકો શીખે અને દિલાસો પામે.
૩૨
પ્રબોધકોના આત્માઓ પ્રબોધકોને આધીન છે.
૩૩
ઈશ્વર અવ્યવસ્થાના ઈશ્વર નથી, પણ શાંતિના ઈશ્વર છે. જેમ સંતોની સર્વ મંડળીઓમાં ચાલે છે તેમ,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options