Skip to content
1 કાળવ્રત્તાંત ૪:૧-૧૯

1 કાળવ્રત્તાંત ૪:૧-૧૯

યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.
એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.
તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.
નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.
હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં.
યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું “કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી.”
૧૦
યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!” પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.
૧૧
શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.
૧૨
એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.
૧૩
કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
૧૪
મોનોથાયનો દીકરો ઓફ્રા. ગે-હરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગે-હરાશીમ, જે લોકો કારીગર હતા.
૧૫
યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
૧૬
યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફાહ, તીર્યા અને અસારેલ.
૧૭
એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તમોઆ.
૧૮
તેની યહૂદી પત્નીએ યારેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.
૧૯
નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options