મુખ્ય સામગ્રી પર જાઓ
1 કાળવ્રત્તાંત ૨૨:૧૭-૧૯

દાઉદ સરદારોને મદદ કરવાની આજ્ઞા આપે છે

1 કાળવ્રત્તાંત ૨૨:૧૭-૧૯
૧૭
પછી દાઉદે, પોતાના પુત્ર સુલેમાનને સહાય કરવાની આજ્ઞા, ઇઝરાયલના સર્વ આગેવાનોને કરીને કહ્યું કે,
૧૮
“યહોવાહ, તમારા ઈશ્વર તમારી સાથે છે અને તેમણે ચારેતરફ તમને શાંતિ આપી છે. પ્રદેશના રહેવાસીઓને મારા હાથમાં સોંપ્યા છે. યહોવાહ તથા તેમના લોકોની સામે, પ્રદેશ પરાજિત થયો છે.
૧૯
હવે પૂરા હૃદયથી યહોવાહ તમારા ઈશ્વરની ભક્તિમાં મન લગાડો. તૈયાર થઈ જાઓ અને યહોવાહ ઈશ્વર માટે પવિત્રસ્થાન બાંધો. પછી તમે યહોવાહના કરારકોશને અને ઈશ્વરનાં પવિત્ર પાત્રોને યહોવાહના નામે જે ભક્તિસ્થાન બાંધવામાં આવે છે તેમાં લાવો.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options