Water વિશે બાઇબલની કલમો: Purified by Elisha
Purified by Elisha વિશે કલમો
¶ તે નગરના માણસોએ એલિશાને કહ્યું, “કૃપા કરીને જો, જેમ મારા માલિક જુએ છે કે આ શહેર કેવું રમણીય છે, પણ અહીંનું પાણી સારું નથી અને દેશ ફળદ્રુપ નથી.”
એલિશાએ કહ્યું, “મને એક નવો વાટકો લાવી આપો અને તેમાં થોડું મીઠું નાખો.” એટલે તેઓ તેની પાસે લાવ્યા.
¶ એલિશાએ ઝરા પાસે જઈને તેમાં મીઠું નાખીને કહ્યું, “ઈશ્વર એમ કહે છે, ‘મેં આ પાણીને નીરોગી કર્યા છે. હવે પછી તેમાં કોઈ મરણ થશે નહિ કે ફળ ખરી પડશે નહિ.’
માટે એલિશા જે વચન બોલ્યો તે પ્રમાણે આજ સુધી તે પાણી શુદ્વ છે.