Travellers વિશે બાઇબલની કલમો: Protected by those who entertained them
Protected by those who entertained them વિશે કલમો
¶ તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું.
તેણે કહ્યું, “મારા ભાઈઓ, હું તમને વિનંતી કરું છું કે તમે એવું ખરાબ કામ કરશો નહિ.
મારી બે દીકરીઓ છે. તેઓનો કોઈ પુરુષ સાથે સંબંધ થયેલો નથી. હું વિનંતી કરું છું કે મને તેઓને તમારી પાસે બહાર લાવવા દો અને તમારી દ્રષ્ટિમાં જે તમને સારું લાગે, તે તેઓને કરો, પણ જે માણસો મારા ઘરે મહેમાન તરીકે આવ્યા છે તેઓને કંઈ ન કરો.”
તે ઘરના માલિકે તેઓને બહાર લઈ જઈને તેઓને કહ્યું, “ના, મારા ભાઈઓ, કૃપા કરી આવું ખોટું કામ ના કરો” જ્યાં સુધી આ માણસો મારા ઘરમાં મહેમાન તરીકે છે, ત્યાં સુધી આવો દુરાચાર ના કરો.”