Travellers વિશે બાઇબલની કલમો: Provisions for the way
Provisions for the way વિશે કલમો
¶ અમારા વડીલો તથા અમારા દેશના રહેવાસીઓએ અમને કહ્યું, ‘મુસાફરીમાં ખાવાને સારુ તમારા હાથમાં ભાથું લઈને જાઓ. તેઓને મળવાને જાઓ અને તેઓને કહો, “અમે તમારા સેવકો છીએ. અમારી સાથે સુલેહ કરો.”
જે દિવસે અમે અહીં આવવાને નીકળ્યા ત્યારે અમે જે રોટલી અમારા ઘરેથી લીધી તે ગરમ હતી પણ અત્યારે, જુઓ, તે સુકાઈ ગઈ છે અને તેને ફૂગ ચઢી ગઈ છે.
અમારી પાસે અમારા ગધેડાંને માટે ઘાસચારો છે, તારી દાસીને માટે અને જુવાન માણસને માટે રોટલી અને દ્રાક્ષારસ છે. અમને કશાની જરૂરીયાત નથી. પણ કોઈ માણસ અમને પોતાના ઘરમાં આવકાર આપતો નથી.”