The Providence of God વિશે બાઇબલની કલમો: Sometimes dark and mysterious
Sometimes dark and mysterious વિશે કલમો
તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
તો પણ આ બાબતો સમજવાને માટે મેં કોશિશ કરી, એ મારા માટે ખૂબ અઘરી હતી.
તમારો માર્ગ તો સમુદ્રમાં અને તમારી વાટો મહાજળમાં હતી, પણ તમારાં પગલાં કોઈના જોવામાં આવ્યાં નહિ.
¶ આહા! ઈશ્વરની બુદ્ધિની, અને જ્ઞાનની સંપત્તિ કેવી અગાધ છે! તેમના ન્યાયચુકાદો કેવાં ગૂઢ અને તેમના માર્ગો કેવાં અગમ્ય છે!