The Providence of God વિશે બાઇબલની કલમો: Preserving his creatures
Preserving his creatures વિશે કલમો
¶ તમે જ એક માત્ર યહોવાહ છો, આકાશ, આકાશોનું આકાશ તથા સર્વ તારા મંડળ અને પૃથ્વી તથા જે સર્વ તેમાં છે, સમુદ્ર અને તેમાંના સર્વ જીવજંતુ તમે બનાવ્યાં છે અને બધાંને જીવન આપ્યું છે. અને આકાશનું સૈન્ય તમારી આરાધના કરે છે.
તમારું ન્યાયીપણું મોટા પર્વતોના જેવું અચળ છે; તમારો ન્યાય અતિ ગહન છે. હે યહોવાહ, તમે માનવજાતનું અને પશુનું રક્ષણ કરો છો.
શું ચકલીઓ બે પૈસે વેચાતી નથી? તોપણ તમારા પિતાની ઇચ્છા વગર તેમાંથી એક પણ જમીન પર પડનાર નથી.