Skip to content

Synagogues વિશે બાઇબલની કલમો

57 કલમો · 27 પાસાં

મુખ્ય બાઇબલ કલમો

પુસ્તક પ્રમાણે ગાળો
  1. કેમ કે મૂસાના નિયમશાસ્ત્રની વાત પ્રગટ કરવામાં આવે છે અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.

  2. ¶ તેઓ આમ્ફીપોલીસ તથા આપલોનિયા થઈને થેસ્સાલોનિકામાં આવ્યા; ત્યાં યહૂદીઓનું ભક્તિસ્થાન હતું;

  3. તે માટે તે ભક્તિસ્થાનમાં યહૂદીઓ તથા ધાર્મિક પુરુષો સાથે, ચોકમાં જેઓ તેને મળતા તેઓની સાથે નિત્ય વાદવિવાદ કરતો હતો.

  4. અને સભાસ્થાનના અધિકારી ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણા કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા.

  5. ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનના અધિકારી સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ.

  6. ત્યારે મેં કહ્યું કે, ‘પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક ભક્તિસ્થાનમાં તેઓને મારતો હતો;

  7. કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે;