મુખ્ય સામગ્રી પર જાઓ

Silver વિશે બાઇબલની કલમો: Very abundant in the reign of Solomon

6 કલમો · 57 પાસાં

Very abundant in the reign of Solomon વિશે કલમો

  1. ¶ સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો સોનાનાં હતાં અને લબાનોન વનગૃહમાંનાં સર્વ પાત્રો ચોખ્ખા સોનાનાં હતાં. ચાંદીનું એક પણ પાત્ર જન હતું. કેમ કે સુલેમાનના સમયમાં ચાંદીની કશી વિસાત ન હતી.

  2. રાજાનો તાર્શીશ વહાણનો એક કાફલો હીરામના કાફલા સાથે સમુદ્ર પર ફરતો હતો. દર ત્રણ વર્ષે એકવાર તાર્શીશનો કાફલો સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો અને મોર લઈને આવતો હતો.

  3. રાજાએ યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તે પથ્થરને તોલે થઈ પડી. તેણે દેવદારના લાકડાં એટલાં બધાં વધાર્યા કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર ઝાડના લાકડાને તોલે થઈ પડ્યાં.

  4. સુલેમાન રાજાનાં પીવાનાં સર્વ પાત્રો અને લબાનોન વનગૃહનાં સર્વ પાત્રો શુદ્ધ સોનાનાં હતાં. સુલેમાનના દિવસોમાં ચાંદીની કશી વિસાત ગણાતી ન હતી.

  5. રાજાનાં વહાણો હીરામના નાવિકોની સાથે તાર્શીશ જતાં. દર ત્રણ વર્ષે વહાણો એકવાર તાર્શીશથી સોનું, ચાંદી, હાથીદાંત, વાનરો તથા મોર લઈને આવતાં હતાં.

  6. ¶ સુલેમાને યરુશાલેમમાં ચાંદી એટલી બધી વધારી દીધી કે તેનું મૂલ્ય જમીન પરના પથ્થરના જેવું થઈ પડ્યું. તેણે દેવદારનાં લાકડાંનું પ્રમાણ એટલું બધું વધારી દીધું કે તે નીચાણના પ્રદેશના ગુલ્લર વૃક્ષના લાકડાને તોલે થઈ પડ્યું.