Self-Will and Stubbornness વિશે બાઇબલની કલમો: Refusing to walk in the ways of God
Refusing to walk in the ways of God વિશે કલમો
તેઓ સમક્ષ તમે જે ચમત્કારો કર્યા હતા, તે ભૂલી જઈને તેઓએ તમારું કહ્યું કરવાની ના પાડી. તેઓ હઠીલા થઈ ગયા અને તેઓએ પાછા મિસર જઈને ફરી ગુલામીની સ્થિતિ સ્વીકારવા બંડ કરીને પોતાને માટે એક આગેવાન નિયુક્ત કર્યો. પણ તમે તો ક્ષમા કરવા તત્પર, કૃપાળુ, દયાળુ, ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમાળ ઈશ્વર છો. તેથી તમે તેઓને ત્યજી દીધા નહિ.
તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.
યહોવાહ કહે છે; માર્ગોમાં ઊભા રહીને જુઓ; ભૂતકાળના માર્ગો વિષે પૂછો. ‘આવો ઉત્તમ માર્ગ ક્યાં છે?’ તેની શોધ કરીને તે માર્ગે ચાલો. એટલે તમારા આત્માને શાંતિ મળશે. પણ લોકો કહે છે, “અમે તે માર્ગે ચાલીશું નહિ.”