મુખ્ય સામગ્રી પર જાઓ

Sacrifices વિશે બાઇબલની કલમો: Had a portion of, and lived by

5 કલમો · 55 પાસાં

Had a portion of, and lived by વિશે કલમો

  1. હારુન અને તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલાં અને જેના વડે ઉપાસના કરાઈ છે તે અને ભેટ ધરાવેલી ઘેટાંની છાતી અને જાંઘ તારે યાજકો માટે પવિત્ર કરીને અલગ રાખવાં.

  2. તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો નિયમ થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

  3. ¶ લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનાર તરફથી આ પ્રત્યેક ઘેટાના અથવા બળદના ખભાનો ભાગ, મોં તથા પેટનો ભાગ યાજકોને આપે.

  4. ¶ કેવળ લેવીના કુળને મૂસાએ વારસો આપ્યો નહિ. જેમ યહોવાહ મૂસાને કહ્યું હતું તેમ “ઇઝરાયલના પ્રભુ, યહોવાહને અપાયેલા અર્પણો જે અગ્નિથી કરવામાં આવે છે,” તે જ તેઓનો વારસો છે.

  5. એ શું તમે નથી જાણતા કે જેઓ ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરે છે તેઓ સભાસ્થાનનું ખાય છે; જેઓ યજ્ઞવેદીની સેવા કરે છે, તેઓ યજ્ઞવેદીના અર્પણના ભાગીદાર છે એ શું તમે નથી જાણતા?